રાજસ્થાનમાં કાલે મોદી સરકાર અને વસુંધરાની કસોટીઃ મતદાન પૂર્વે ઉત્તેજના

December 6, 2018 at 10:41 am


રાજસ્થાનમાં ચૂંટણીપ્રચારના પડઘમ શમી ગયા છે અને વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. ચૂંટણીપ્રચાર દરમિયાન યોજાયેલી સંખ્યાબંધ સભામાં ભાજપ અને કાેંગ્રેસે એકમેક પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અને કાેંગ્રેસના વારસાગત શાસન અંગે બોલવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. રાજસ્થાનની ચૂંટણી મોદી સરકાર માટે ઘણી મહત્વની છે અને આવતીકાલે કેન્દ્ર સરકારની સાથે સાથે મુખ્યમંત્રી વસુંધરાની પણ કસોટી થશે. કાલે રાજસ્થાન ઉપરાંત તેલંગણા ઉપરાંત મતદાન થશે.

રાજસ્થાન વિધાનસભાની 200માંથી 199 બેઠક માટે 189 મહિલા સહિત કુલ 2274 ઉમેદવાર સ્પર્ધામાં છે. બીએસપીના ઉમેદવાર લક્ષ્મણસિંહના અવસાનને કારણે અલ્વર જિલ્લાના રામગઢ મતદારસંઘની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. બુધવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. રાજસ્થાન વિધાનસભાની 199 બેઠક માટે સાતમી ડિસેમ્બરે સવારે 8ઃ00થી સાંજે 5ઃ00 વાગ્યા દરમિયાન મતદાન યોજાશે, એમ રાજસ્થાનના મુખ્ય ચૂંટણી કમિશનર આનંદકુમારે કહ્યું હતું.

મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય તે માટે પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
રાજસ્થાનમાં 4.77 કરોડ નાેંધાયેલા મતદાર છે. ભાજપશાસિત રાજ્યમાં ચૂંટણીપ્રચાર દરમિયાન ખેડૂતોની સમસ્યા, ભ્રષ્ટાચાર, યુવાનોને રોજગાર સહિતના મુદ્દા કેન્દ્રસ્થાને રહ્યા હતા. બંને પક્ષે શિક્ષિત યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાનું વચન આપ્યું છે. કાેંગ્રેસે ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું છે. ચૂંટણીપ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભારત માતા કી જય સૂૂત્રોચ્ચારને મુદ્દે એકમેકને આડેહાથ લેતા નજરે પડéા હતા.

ભગનાવ હનુમાનની જ્ઞાતિનો મુદ્દાે ઉછાળી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિવાદ ભડકાવ્યો હતો. નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનમાં બે ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. આ સાથે જ રાજ્યમાં તેમની ચૂંટણીસભાનો કુલ આંક 12 પર પહાેંચ્યો હતો. રાહુલ ગાંધીએ નવ જાહેરસભાને સંબોધી હતી.

Comments

comments

VOTING POLL