રાજ્યના તમામ જળસ્ત્રાવોને યુનિક આઇ.ડી. અપાશે

November 8, 2019 at 11:02 am


Spread the love

ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કામ કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગ્રીન ટ્રિબ્યુનલના ચૂકાદાને ધ્યાનમાં રાખીને જર્જરિત, લીકેજિસવાળા પાણીના સ્ત્રાેત તંત્ર મરામત અને જાળવણી માટે મેદાનમાં આવ્યું છે. રાજ્યના તમામ જળસ્ત્રાવોના રિનોવેશન, રિસ્પેર અને રિપેરિ»ગના ત્રણ મુદ્દા પર એકશન પ્લાન બનાવીને આગળ વધવા તેમજ દરેક જળસ્ત્રાવોને યુનિક આઈ.ડી. નંબર આપવાની દિશામાં ચક્રાે ગતિમાન થયા છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન ડો.રાજીવકુમાર ગુપ્તાએ તમામ જિલ્લાના અધિકારીઆેને પત્ર લખીને જૂના જર્જરિત અને લીજેકવાળા પાણીના સ્ત્રાેતની મરામત કરવા અને રોડમેપ બનાવી તાત્કાલીક મોકલી આપવાના આદેશ કર્યા છે.
આ પત્રમાં તેમણે ગ્રીન ટ્રિબ્યુનલના ચૂકાદાને પણ ટાંકયો છે. ભારત સરકારની સૂચના 2008 અને 2017મા પણ આપવામાં આવી હતી. રિનોવેશન રિસ્ટોર અને રિપેરિ»ગ એમ ત્રણ આરતી ફોમ્ર્યુલા પર એકશન પ્લાન બનાવવામાં આવે તેમજ આવા જળસ્ત્રાવોને યુનિક આઈ.ડી. નંબર પણ આપવામાં આવે. વન અને પર્યાવરણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એકશન પ્લાન અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખાસ અધિકારીઆેની ટીમ કામ કરી રહી છે જેમાં સમજ ન પડે ત્યાં નંબર આપેલ છે. અધિકારી સાથે પરામર્શ કરી આગળ વધવા જણાવવામાં આવ્યું છે.
રાજ્યમાં ગત ચોમાસામાં પડેલા ભરપૂર વરસાદના પરિણામે જળસંગ્રહના મુદ્દે સરકાર વધુ જાગૃત બની છે. આ માટે તમામ જિલ્લાઆેને એકશન પ્લાન તૈયાર કરવા જણાવાયું છે. આ એકશન પ્લાનની મુખ્ય સચિવકક્ષાએ સમીક્ષા કરવામાં આવશે.
રાજ્યમાં પાણીના જળસ્ત્રાેતને વધુ સારી રીતે જાળવણી માટે પાણીના ટીપેટીપાનો સદ્ઉપયોગ કરવાની સાથે બી ડ્રાેપ ફોર એગિ્રકલ્ચરની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. અત્રે નાેંધવું જરૂરી છે કે ડો.રાજીવ ગુપ્તાના આ પત્રને પરિણામે પંચાયત વિભાગ હરકતમાં આવી ગયું છે. નવેમ્બરના અંત સુધીમાં એકશન પ્લાન મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે.