રાજ્યના વિજિલન્સ કમિશનર રાજકોટમાંઃ 20 કેસની સુનાવણી

February 1, 2018 at 1:12 pm


રાજ્યના વિજિલન્સ કમિશનર એચ.કે.દાસ આજે બપોરે રાજકોટ આવી પહાેંચ્યા છે અને ભ્રષ્ટાચાર, ગેરરીતી, અશિસ્ત સહિતના 20 જેટલા કેસની સુનાવણી શરૂ થઈ છે. કલેકટર કચેરીના સત્તાવાર સાધનોમાંથી મળતી માહિતી અનુસાર વિવિધ સુધરાઈને લગતા 15, કલેકટર કચેરીના મામલતદારને લગતા બે અને અન્ય વિભાગના ત્રણ મળી 20 જેટલા કેસની સુનાવણી વિજિલન્સ કમિશનર સમક્ષ શરૂ થઈ છે.

વિજીલન્સ કમિશનરની સુનાવણીના કારણે અમુક કેસમાં મોટા ધડાકા ભડાકા થવાની શકયતાઆે જાણકારો વ્યકત કરી રહ્યા છે. કેસની સુનાવણી સાંજ સુધી ચાલે તેવી શકયતા.

Comments

comments

VOTING POLL