રાજ્યની બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની તા. 21મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાની જાહેરાત

February 1, 2018 at 1:36 pm


સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઆેમાં આજે રાજયમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત મળી બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખ રાજયના ચૂંટણી કમિશનર વરેશ િંસહા દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે મુજબ, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી તા.21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જો કે, રાજયની આ બે જિલ્લા પંચાયતાે અને 17 તાલુકા પંચાયતાેની ચૂંટણી અંગેનું વિધિવત્ જાહેરનામું તા.3જી ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ કરાશે અને ત્યારથી આ બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થશે.રાજયના ચૂંટણી કમિશનર વરેશ િંસહાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા અંગે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ તા.8-2-2018 રહેશે. ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ તા.9-2-2018 રહેશે. તા.21મી ફેબ્રુઆરીએ આ બંને જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. જેમાં ઇવીએમનાે ઉપયોગ થશે. આ ચૂંટણી દરમ્યાન પણ મતદારો પાેતાના મતાધિકાર દરમ્યાન નાેટાનાે ઉપયોગ કરી શકશે. જો કોઇ સંજોગાેમાં ફેરમતદાનની સ્થિત સજાૅય તાે, તા.22મી ફેબ્રુઆરીએ પુનઃ મતદાન યોજવામાં આવશે. ત્યારબાદ તા.23મી ફેબ્રુઆરીએ આ બંને જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા બે દિવસ પહેલાં જ રાજયની 75 નગરપાલિકાઆેની આ ચૂંટણી અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું, જે મુજબ આગામી તા.17મી ફેબ્રુઆરીના રોજ રાજયની 75 નગરપાલિકાઆેની ચૂંટણી યોજાનાર છે. જેમાં અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની 75 નગરપાલિકાઆેનાે સમાવેશ થાય છે. નગરપાલિકાઆેની ચૂંટણી માટે તા.3જી ફેબ્રુઆરી ઉમેદવારીફોર્મ ભરવાનાે છેલ્લાે દિવસ છે. ફોર્મની ચકાસણી તા.5મી ફેબ્રુઆરીએ થશે. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચ દ્વારા અગાઉ કરી દેવામાં જ આવી છે. તાે, સાથે સાથે સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ નાેટાનાે ઉપયોગ થઇ શકશે તેવું પણ સ્પષ્ટ કરી દેવાયું છે. રાજયની 75 નગરપાલિકાઆે સાથે પ્રસંગાેપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં છ નગરપાલિકાઆેની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનાે સમાવેશ થાય છે.

Comments

comments

VOTING POLL