રાજ્યમાં છેલ્લા દાયકામાં સૌથી વધુ ટીપી સ્કીમો 2018માં મંજૂર

November 28, 2018 at 3:09 pm


રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક દાયકાનો ઈતિહાસ જોઈએ તો 2008થી 2018 સુધી સૌથી વધુ ટીપી સ્કીમો 2018માં મંજૂર થઈ છે. વિશેષમાં શહેરી વિકાસ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, 2008માં 33 ટીપી સ્કીમો, 2009માં 21 ટીપી સ્કીમો, 2010માં 37 ટીપી સ્કીમો, 2011માં 41 ટીપી સ્કીમો, 2012માં 57 ટીપી સ્કીમો, 2013માં 82 ટીપી

સ્કીમો, 2014માં 72 ટીપી સ્કીમો, 2015માં 41 ટીપી સ્કીમો, 2016માં 64 ટીપી સ્કીમો અને ચાલું વર્ષ 2018માં નવેમ્બર મહિનાની સ્થિતિએ 77 ટીપી સ્કીમો મંજૂર થઈ છે અને હજુ 30 ટીપી સ્કીમો મંજૂરીની પ્રક્રિયામાં ગતિશિલ છે જે સંભવતઃ તા.31 ડિસેમ્બર સુધીમાં મંજૂર થઈ જશે આથી ચાલું વર્ષ 2018માં એક વર્ષમાં 100 ટીપી સ્કીમો મંજૂર કરવાનો વિક્રમ સજાર્શે.

અત્રે એ બાબત ખાસ ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગમાં દર મહિને ત્રીજા શુક્રવારે મળતી મ્યુનિસિપલ કમિશનરોની રિવ્યુ બેઠકમાં હવે ટીપી સ્કીમોની અમલવારીનું ફોલોઅપ લેવાનો મુદ્દાે પણ ઉમેરી દેવામાં આવ્યો છે આથી હવે ફક્ત ટીપી સ્કીમો મંજૂર થયાથી જ ખુશી વ્યક્ત કરવાની રહેશે નહી પરંતુ તેની સફળ અમલવારીની જવાબદારી અને પડકાર પણ મ્યુનિ.કમિશનરોએ ઝીલવાનો રહેશે.

Comments

comments

VOTING POLL