રાજ્ય સરકારથી નારાજ ઉનાકાંડના પીડિતે રાષ્ટ્રપતિને પત્ર લખી જીવન ટૂંકાવવાની મંજૂરી માગી

November 28, 2018 at 11:26 am


ઉનાકાંડના ચાર પીડિતો પૈકીના એક વશરામ સરવૈયાએ ગુજરાત સરકાર સામે જમીન ફાળવણીથી લઈને સુરક્ષા પૂરી પાડવાની માગણીઆે ન પૂરી કરતાં નારાજગી દશાર્વી છે. વશરામ સરવૈયાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘર પાસે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની મંજૂરી માગી છે. પત્રમાં સરવરિયાએ લખ્યું કે, ગુજરાત સરકારે ઉનાકાંડાના પીડિતોને આપેલા વચનો પાળ્યા ન હોવાથી મોત વ્હાલું કરવાની પરવાનગી આપો.

વશરામ સરવૈયાએ પત્રમાં લખ્યું કે, ઉનાકાંડ બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉના તાલુકામાં આવેલા અમારા ગામ મોટા સમઢિયાળા આવ્યા હતા અને પીડિતોને પાંચ એકર જમીન સાથે લાયકાત પ્રમાણે નોકરી આપવાનું વચન આપ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા આમાંથી એકપણ વચન પાળવામાં આવ્યું નથી. 11 જુલાઈ 2016ના રોજ વશરામ સહિત તેના ભાઈઆે રમેશ, બેચર અને અશોક મૃત ગાયનું ચામડં ઉતારી રહ્યા હતા ત્યારે કથિત ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.

વશરામે લખ્યું કે, પીડિતોને કેસના આરોપીઆેથી રક્ષણ મળે તેવી માગણી કરી હતી. આરોપીએ હાલમાં પણ ઉનામાં એક દલિત વ્યિક્તને માર્યો હતો. કેસની સુનાવણી માટે આવી ત્યારે પણ પોલીસ રક્ષણ મળવું જોઈએ. ઉપરાંત ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા જોઈએ કારણકે ગુજરાત હાઈકોર્ટે કેટલાક આરોપીઆેને જામીન પર છોડéા છે. મોટા સમઢિયાણા ગામમાં દલિતોના રક્ષણ માટે કાયમી પોલીસચોકી પણ હોવી જોઈએ.

વશરામે પત્રમાં આગળ લખ્યું કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં અમારી એકપણ માગણી પૂરી ન કરી હોવાથી મારે જીવવું નથી. માટે જ હું અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ભાજપ સાસંદ ડો. કિરીટ સોલંકીના ઘર પાસે બેસીને આમરણાંત ઉપવાસ કરી જીવન ટૂંકાવવાની મંજૂરી માગું છું. વશરામે દાવો કર્યો કે, ઉનાકાંડ પછી તેઆેએ ચામડું ઉતારવાનું કામ બંધ કરી દીધું એટલે ગુજરાન ચલાવવા માટે નોકરી મળવી જોઈએ. વશરામે કહ્યું કે, ઘણા દલિત પરિવારોએ ચામડું ઉતારવાનો ધંધો બંધ કરી દીધો છે ત્યારે સરકારે નોકરી આપવી જોઈએ અથવા નવો ધંધો શરુ કરવા માટે રુપિયા આપવા જોઈએ

Comments

comments

VOTING POLL