રાણપુરમાં હોમગાર્ડ જવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

February 8, 2018 at 2:52 pm


રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટ સંકુલમાં ડéુટી હતી અને સવારે મૃતદેહ મળ્યો ઃ મૃત્યું અંગે રહસ્ય

બોટાદના રાણપુરમાં નવેળામાંથી શંકાસ્પદ હાલતે હોમગાર્ડ જવાનનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી છે. બુધવારે બપોરે નોકરી પર જવા ઘરેથી નિકળ્યા બાદ આજે સવારે આ જવાનનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો આથી પોલીસે મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી પેનલ પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની ઉપલબ્ધ વિગતો મુજબ બોટાદ જિલ્લાના રાણપુર ગામે રહેતા અશોકભાઇ પીપળીયા (ઉ.વ.30) હોમગાર્ડમાં ફરજ બજાવે છે. અશોકભાઇ ગઇકાલે બુધવારે પોતાના ઘરેથી ફરજ પર જવા નિકળ્યા હતા રાણપુરની કોર્ટ સંકુલમાં રાત્રીના 12 વાગ્યા સુધીની તેમની નોકરી હતી. દરમિયાનમાં આજે ગુરૂવારે સવારે રાણપુરના qક્રષ્ના કોમ્પલેક્ષ અને જન્મભુમી હાઇસ્કુલ વચ્ચે આવેલા નવેળામાંથી શંકાસ્પદ હાલતમાં હોમગાર્ડ જવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. નવેળામાં કોઇની લાશ પડી હોવાની જાણ પોલીસને કરાતા રાણપુર પોલીસ મથકના પી.એસ.આઇ. રામાણી તથા હે.કો. હેમુભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની આેળખવિધી કરતા આ લાશ હોમગાર્ડ જવાનની હોવાનું ખુલ્યું હતું.
રાણપુર પોલીસે હોમગાર્ડ જવાનના મોતનો બનાવ અકસ્માતનો છે કે તેની હત્યા કરાઇ છે તે અંગે સાચું કારણ જાણવા મૃતદેહને હોસ્પિટલ ખસેડી તેનું પેનલ પી.એમ. કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાનમાં જે સ્થળેથી મૃતદેહ મળી આવ્યો તે વિસ્તારનાં સી.સી.ટી.વી. ફºટેજ પણ ચેક કર્યા હતા પરંતુ ખાસ કશું શંકાસ્પદ જોવા મળ્યું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આથી પોસ્ટ મોર્ટમ બાદ તબીબ પાસેથી મૃત્યુનું કારણ જાણવા મળ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL