રાણાવાવના દારૂના ગુન્હામાં વોન્ટેડ ખંભાળા ગામેથી ઝબ્બે

November 29, 2018 at 2:22 pm


રાણાવાવના દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી ખંભાળા ગામેથી ઝબ્બે થયો છે.

પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલે નાસતા-ફરતા આરોપીઆેને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે જે અનુસંધાને રાણાવાવ પોલીસ સ્ટેશનના પ્રાેહિબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સેજા ટપુ મોરી ને રાણાવાવ ડી સ્ટાફે ઝડપી પાડéાે હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.એસ. મકવાણા તથા સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ જેઠાભાઈ વગેરેએ પોલીસ સ્ટાફના માણસોએ ખાનગી રીતે તપાસ ચાલુ રાખતા અને પેટ્રાેલીગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.એસ. મકવાણાને બાતમી મળેલ કે આરોપી સેજા ટપુ મોરી ખંભાળા ગામમાં આવનાર હોય જેથી યોગ્ય વોચ-તકેદારી ગોઠવી અને મળેલ બાતમીને આધારે ખંભાળા ગામમાં માતાજીના મઢ પાસે રહેતા આરોપી સેજા ટપુ મોરીને ઝડપી લીધો હતો.

Comments

comments

VOTING POLL