રાણાવાવમાં મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી

October 9, 2019 at 1:56 pm


પોરબંદર નજીકના રાણાવાવ ગામે એક મકાનમાં ધમધમી રહેલા જુગારધામ ઉપર બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી જેમાં 37000થી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

રાણાવાવ ગામે ભરવાડ શેરીમાં રહેતા સદામ આમદ જોખીયાએ તેના મકાનમાં જુગારધામ શરૂ કર્યુ હોવાની ચોકકસ બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચના બટુકભાઇ વિંઝુડા અને ગોવિંદભાઇ મકવાણાને મળી હતી આથી તેઆેએ તાત્કાલીક તપાસ હાથ ધરીને દરોડો પાડતા સદામ જોખીયા ઉપરાંત રાણાવાવના વાણીયાવાડમાં રહેતા સદામ ઇકબાલ પઠાણ, મલેક ફળીયામાં રહેતા બશીર હુશેન પઠાણ અને શ્રીબાઇનગરમાં રહેતા વિનોદ દેવજી શીગડીયાની પોલીસે ધરપકડ કરીને પટમાંથી ર8પ40ની રોકડ, 8પ00ના 3 મોબાઇલ સહિત 37040નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Comments

comments