રાણાવાવ અને બોરીચા સીમમાં મારામારીના બે બનાવ

January 4, 2019 at 1:26 pm


પોરબંદરના રાણાવાવ અને બોરીચા સીમમાં મારામારીના બે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.રાણાવાવના પરેશનગરમાં આવેલા qક્રષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા રાણીબેન છગન મોઢવાડીયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તેના પતિ છગન ભોજાભાઈ મોઢવાડીયા તથા રાણાવાવ ગ્રીન સીટીમાં રહેતા હાજા ભીખા કડછા મકાનની લે-વેચ સંયુક્ત રીતે કરતા હતા. અને qક્રષ્ના એપાર્ટમેન્ટમાં છગનભાઈ મોઢવાડીયાના પૈસા બાકી નીકળ્યા હતા અને એ પૈસા આપવાની હાજા કડછાની દાનત નહી હોવાથી અવારનવાર હેરાન કરી છગનભાઈના ઘરે જઈ તેમને તથા તેમની પુત્રીને માર માર્યો હતો.

બોરીચા સીમમાં બનાવ

બગવદર નજીક બોરીચા ગામની સીમમાં રહેતા બાબભાઈ નરબતભાઈ ખુંટીને રાજસીભાઈ તથા અન્ય બે અજાÎયા શખ્સો સાથે ગાયને મારવા બાબતે બોલાચાલી થતા આ ત્રણેય શખ્સો ગાળો બોલી દોડ્યા હતા જે દરમિયાન બાબભાઈ પડી જતા તેમને માથામાં ઈજા પહાેંચી હતી જે બાબતે પોલીસ ફરિયાદ નાેંધાવતા પોલીસે રાજસી તથા અન્ય અજાÎયા બે શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL