રાણાવાવ-કુતિયાણા વિસ્તારમાં અમુક સરકારી શાળાઆે બંધ કરવાની હિલચાલ સામે આક્રાેશ

November 8, 2019 at 1:01 pm


રાણાવાવ-કુતિયાણા વિસ્તારમાં અમુક સરકારી શાળાઆે બંધ કરવાની હિલચાલ સામે આક્રાેશ વ્યક્ત કરી, ધારાસભ્ય જાડેજાએ શિક્ષણમંત્રીને પત્ર પાઠવી સ્કૂલો ચાલુ રાખવા માંગ કરી છે.

રાણાવાવ-કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ સરમણભાઈ જાડેજાએ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત આવેદનપત્ર પાઠવી પ્રાથમિક શાળાઆે બંધ નહી કરવા અંગે રજુઆત કરી છે. જેમાં ધારાસભ્યએ કરેલી આ રજુઆતમાં જણાવ્યું છે કે ”સરકાર દ્વારા સર્વશિક્ષા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ મને મારા મત વિસ્તારમાં આેછા વિદ્યાથ}આે બતાવી અમુક પ્રાથમિક શાળાઆે સ્થાનિક કક્ષાએથી બંધ કરવાની હિલચાલ ચાલુ હોય, તો મારા મત વિસ્તારમાં આવેલ અંતરિયાળ વિસ્તારમાં રહેલા બાળકોને સારૂં અને યોગ્ય શિક્ષણ મળે તેવી સરકારની યોજનાનો લાભ મેળવે છે અને બીજી નિશાળમાં જવા-આવવા માટે ટ્રાન્સપોર્ટની પણ સુવિધા ન હોય, તો આ સ્કૂલો બંધ ન કરવા મારી ખાસ ભલામણ છે” તેમ પત્રના અંતમાં કાંધલભાઈએ જણાવ્યું છે.

Comments

comments