રાણાવાવ નજીક ભગતની હત્યાના આરોપીઆેને લેવાશે રિમાન્ડ ઉપર

July 20, 2019 at 2:32 pm


પોરબંદર નજીકના રાણાવાવ ગામે રેલ્વે સ્ટેશન પાસેના ધોરીયા નેસ તરીકે આેળખાતા વાડીવિસ્તારમાં એકલવાયા રહેતા રબારી સમાજના ભગત તરીકે આેળખાતા વૃધ્ધની એક માસ પહેલા ઘાતકી હત્éા કરીને દાગીના લુંટીલુંટારૂઆે નાસી છુટયાના બનાવના ના એક મહીના પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગુન્હો ડીટેકટ કરીને મધ્યપ્રદેશના ત્રણ શખ્સોને પકડી પાડયા છે. ચાેંકાવનારી માહિતી એવી બહાર આવી હતી કે, આ ત્રણેય શખ્સોને ભગતે આશરો આપ્યો હતો અને તેઆેએ જ ભગત પાસે દાગીના અને રોકડ જોઇને ખુન કરી નાંખ્યું હતું.

એક મહીના પહેલા બન્યાે હતો બનાવ
બનાવની વિગત એવી હતી કે, રાણાવાવના ધોરીયાનેસ વિસ્તારમાં રહેતા મેરામણભાઇ કરશનભાઇ કોડીયાતર નામના રબારી સમાજના ભગત કે જેઆે એકલવાયું જીવન જીવતા હતા અને ભકિતવાન અને ધર્મના વિવિધ સેવાકાર્યો કરતા હતા તેઆે ની વાડીમાં વિચીત્ર પ્રકારની વાસ આવતી હોવાથી લોકો ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા મેરામણભાઇ ભગતનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા લોકો ચાેંકી ઉઠયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે રબારી સમાજના લોકો પણ મોટી સંખ્éામાં રાણાવાવની વાડીએ એકત્ર થઇ ગયા હતા. પોલીસે કરેલી તપાસમાં પ્રાથમિક તબકકે એવું બહાર આવ્éું હતું કે, બોથડ પદાથર્ વડે મેરામણ ભગતની હત્યા કરી નખવામાં આવી હતી. મેરામણભગત રબારી સમાજના કાનમાં પહેરવામાં આવતા પરંપરાગત દાગીના ભુંગરી, સીસોરીયા તથા ગળાની માળા પણ ગુમ છે તેથી લુંટના ઇરાદે જ આ હત્યા થઇ હોવાનું માનવામાં આવે છે. ભગતને કોઇ સાથે મનદુઃખ કે દુશ્મનાવત ન હતી તેથી લુંટના ઇરાદે આવેલા હત્યારાઆેને પોલીસ તાત્કાલીક પકડી પાડે તેવી માંગ થઇ હતી. હત્યાના આ બનાવમાં મેરામણભાઇના ભત્રીજા લાખા ડાયાભાઇ કોડીયાતરે અજાÎયા ઇસમો સામે ગુન્હો નાેંધાવ્યો હતો.

એક મહીના પછી ગુન્હો ઉકેલાયો
આ લુંટ વીથ મર્ડરના વણઉકેલ્યા ગુન્હા બાબતે પુરતી તપાસ કરી આરોપીઆે શોધી કાઢવા જુનાગઢ રેન્જ આઇજીપી સુભાષ ત્રિવેદીએ આપેલ સુચના અન્વયે પોરબંદર એસ.પી. ડો. પાથર્રાજસિંહ ગોહીલએ આ ગુન્હાની ઉંડાણપૂર્વક તપાસ કરી બનાવના મુળ સુધી પહાેંચી આરોપીઆેને શોધી કાઢવા એલસીબી પી.આઇ. પી.ડી. દરજી તથા એલસીબી પી.એસ.આઇ. એચ.એન.ચુડાસમાને સુચના કરેલ જે અન્વયે ટેકનીકલ માધ્યમથી સઘન તપાસ કરતા આ ગુન્હો મધ્યપ્રદેશ જાંબવા જીલ્લાના જબરસિંગ ઉર્ફે જવરીયા કશન હટીલા, કરમસિંગ ઉર્ફે ગુડુ ચેનસિંગ ભાભોર, રૂપા ઉર્ફે રૂપસિંગ ભુરજી મેડા એ કરેલ હોવાની પુરી શંકા જતાં પોરબંદર એસ.પી. ડો. પાથર્રાજસિંહ ગોહીલે તાત્કાલીક કમલાબાગ પો.સ્ટે.ના પી.એસ.આઇ. એન.એમ.ગઢવી તથા પેરોલ ફર્લોની ટીમને મધ્યપ્રદેશ મોકલી આપેલ અને ત્યાંથી ઉપરોકત ત્રણેય શકદારને પોરબંદર એલ.સી.બી. ખાતે લાવવામાં આવેલ અને એલ.સી.બી. દ્વારા ત્રણેય શકદાર મધ્યપ્રદેશના જબરસિંગ ઉર્ફે જવરીયા કશન હટીલા ઉ.વ. ર4, કરમસિંગ ઉર્ફે ગુડુ ચેનસિંગ ભાભોર ઉ.વ. ર9, રૂપા ઉર્ફે રૂપસિંગ ભુરજી મેડા ઉ.વ. ર6ની આગવીઢબે પુછપરછ કતા કબુલાત આપેલ કે આજથી એકાદ મહીના પહેલા રાણાવાવ આવેલા ત્યારે આ ત્રણેય શકદારોને મરણજનાર મેરામણભાઇએ તેમના ઘરે આસરો આપેલ અને રાત્રીના મરણજનાર મેરામણભાઇ સુઇ ગયા બાદ આરોપીઆેએ દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હતા. દરમ્યાન મેરામણભાઇ જાગી જતાં બુમ બરાડા કરતા પકડાઇ જવાની બીકે ત્રણેય જણાએ મરણજનારને મોઢે મુંગો દઇ મારી નાખી કાનમાં પહેરેલ સોનાના ઠોરીયા તથા ભુંગરીની તથા ચાંપવાની લુંટ કરી નાસી જઇ ગુન્હો કરેલાની કબુલાત આપેલ અને આ સોનાના દાગીના મધ્યપ્રદેશના જાંબવા શહેરમાં સોનીને વેંચી નાખેલ નું જણાવેલ જેથી આ ત્રણેય આરોપીઆેને રાણાવાવ પો.સ્ટે. માં ધોરણસર અટક કરી એક મસામાં જ વણશોધાયેલ લુંટ વીથ મર્ડરનો ગુન્હો શોધી કાઢી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઇ. પી.ડી. દરજી, પી.એસ.આઇ. એચ.એન. ચુડાસમા, એ.એસ.આઇ. જગમાલભાઇ, મેરખીભાઇ, હેડ કોન્સ. અમિતભાઇ, લખમણભાઇ, રવિન્દ્રભાઇ, વિજયરાજસિંહ, મહેશભાઇ, લાખીબેન, પો.કોન્સ. સમીરભાઇ, મસરીભાઇ, સંજયભાઇ, કૃણાલસિંહ, ગીરીશભાઇ, રામદેભાઇ તથા ટેકનીકલ સેલના રાજેન્દ્રભાઇ, પારૂલબેન, ઉપેન્દ્રસિંહ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એન.એમ. ગઢવી, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ તથા પેરોલફર્લો સ્કવોડના પીયુશ સીસોદીયા, પીયુશ બોદર, રોહીતભાઇ વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

Comments

comments

VOTING POLL