રાણાવાવ બાયપાસ રોડ ઉપર ડીવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું મોત

July 19, 2019 at 1:24 pm


રાણાવાવ બાયપાસ રોડ ઉપર ડીવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું મોત નિપજયું છે. રાણાકંડોરણા ગામે રહેતા અને ખેતીકામ કરતા ભરત ગીગા રાતિયા ઉ.વ. ર6 નામનો યુવાન પોતાનું બાઇક લઇ ફંલસ્પીડમાં નેશનલ હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે રાણાવાવ બાયપાસ રોડ ઉપર પીપળીયા ગામના પાટીયા પાસે તેના બાઇક પરનો કાબુ ગુમાવી દેતા નેશનલ હાઇવે ઉપર રોડના ડીવાઇડર સાથે મોટરસાયકલ અથડાયું હતું જેમાં તેના માથા અને શરીરે ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. મૃતકના ભાઇ સવદાસે બનાવની જાણ પોલીસને કરી છે.

Comments

comments

VOTING POLL