રાણા રોજીવાડાના પાટીયેથી દેશીદારૂ ભરેલી ઝાયલો કાર ઝડપી પાડતી ભાણવડ પોલીસ

May 26, 2018 at 1:02 pm


ભાણવડ નજીકથી છેલ્લા ચોવીસ કલાકમાં એક જ જગ્éા પર દારૂ ભરેલી બે કાર ભાણવડ પોલીસે ઝડપી પાડેલ છે, ગઇકાલે મારૂતિ-800માં ઇંગ્લીશ દારૂની 108 બોટલ ઝડપાઇ હતી ત્યારે આજે એ જ રાણા રોજીવાડાના પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલી ઝાયલો કારને ઝડપી પાડવામાં આવેલ હતી.

પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રાેલીગમાંથી આજે સવારે પરત ફરી રહ્યાે હતો ત્યારે મળેલી ચોકકસ બાતમી મુજબ તાલુકાના રાણપર ગામ તરફથી એક ઝાયલો કાર ખંભાળીયા તરફ જઇ રહેલી છે તેમાં દેશી દારૂ ભરેલો છે, બાતમી હકીકતના આધારે સ્ટાફે ગઇકાલે જે સ્થળે વોચ રાખી હતી તે જ રાણા રોજીવાડાના પાટીયે આજે પણ વોચ ગોઠવી હતી ત્યારે બાતમી મુજબની ઝાયલો કાર નં.જીજે.5સીએમ.0928 નિકળતા રાખવામાં આવેલી આડસની ડાબી બાજુ કાવો મારી નિકળવા જતાં કાર સાઇડની નાલીમાં ઉતરી ગઇ હતી જેનો લાભ લઇ બે શખસો પૈકી એક શખસ નાશી છુટવામાં સફળ રહ્યાે હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાં બાચકામાં ભરીને દેશી દારૂ લી.800 કિં.રૂા.16000 મળી આવતા કારમાં રહેલા જામનગરના ગાંધીનગરના રહેવાસી ગોવિંદ અશોકભાઇ કોળીને દબોચી લીધો હતો તેમજ દેશી દારૂ તથા ઝાયલો કાર મળી કુલ રૂા.2,66,000નો મુદામાલ કબ્જે લઇ પ્રાેહી.એકટની વિવિધ કલમ મુજબ ગુન્હો નાેંધેલ છે.

Comments

comments

VOTING POLL