રાણીબાગમાં આવેલા પ્રાચીન અને દુર્લભ રૂખડાના વૃક્ષનું અનેરૂ મહાત્મ્ય

June 11, 2019 at 1:27 pm


પોરબંદરકમાં શહેર મધ્યે આવેલા રાણીબાગમાં અનેક પ્રાચીન જમાનાના વૃક્ષો આવેલા છે જેમાં રૂખડાનું વૃક્ષ દુર્લભ માનવામાં આવે છે અને તેનું અનેરૂ મહાત્મ્ય આયુર્વેદિક રીતે પણ ખુબ જ મહત્વ જોવા મળે છે ત્યારે આવા વૃક્ષને રક્ષણ આપવા માંગણી ઉઠવા પામી છે.

પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઇ રૂઘાણીએ રૂખડાના વૃક્ષ અંગે માહિતી આપતા જણાવ્ું હતું કે, શહેરમાં રાણીબાગમાં આવેલ ખુબ જ ઉંચા અને ઘેઘુર ડાળીઓ ધરાવતા રૂખડાના વૃક્ષ અલભ્ય છે. આસ્થાના પ્રતિકસમા આ દુર્લભ વૃક્ષને રક્ષણ આપવું જોઇએ. બોટનીકલમાં એડેડાનસોનીયા, ડીજીટા, હિન્દીમાં ગોરશ્રી અને અંગ્રેજીમાં મંકીબેડ ટ્રી થી ઓળખાતા આ વૃક્ષ પ૦ ફત્પટ કે તેથી વધુ ઉંચાઇના છે. તેની છાલનો ગર તાવ, ચર્મરોગ, જુલાબની વ્યાધીમાં ફાયદાકારક નિવડે છે. આ વૃક્ષમાં ચોમાસમાં જ પાંદડા ઉગે છે, ચોમાસુ નજીક છે ત્યારે વરસાદ વરસે એટલે તેમાં સુંદર મજાના પાંદડા અને તેમાં આકર્ષક સફેદ રંગના ફત્પલો પણ ખીલી ઉઠશે. તેની ડાળીઓ મુળ જેવી દેખાતી હોવાથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તેમાં ગલકા જેવા ફળ પણ ઉગે છે.

અંદાજે ૧૮ ફત્પટ કે તેથી વધુ ઘેરાવો ધરાવતા આ વૃક્ષ વર્ષના મોટાભાગના મહીનાઓમાં પાન વગરના રહે છે. લીસી સહેજ ચળકતી છાલ ધરાવતું આ વૃક્ષનું થડ ખુબ જ જાડું હોય છે અને થોડી ઉંચાઇને જતાં સાંકડુ થઇ જાય છે. તેની છાલમાં એડીનસોનીન નામનું કડવું તત્વ હોય છે. તેથી તેની છાલને ઉકાળીને ઉકાળારૂપે પીવામાં આવે તો તાવમાં ખુબ જ ઉપયોગી થાય છે. તેના ફળના ગરનો ઉપયોગ થોડી માત્રામાં છાશ સાથે કરવાથી ઝાડાની વ્યાધીમાં કામ આવે છે. ઉપરાંત ફળનો ગર ચર્મ રોગ ઉપર પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

આફ્રીકન વનસ્પતિની પ્રજાતિ તરીકે ઓળખાતા આ વૃક્ષને પ્રાચીન કાળમાં કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખાય છે.
તેની ઉમર સૈકાઓમાં હોય છે. ભારતમાં આંગળીના વેઢે જ ગણી શકાય તેટલા જ આવા વૃક્ષો જોવા મળે છે. વૃખડાના વૃક્ષ ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષ સુધી જીવી શકે છે. ગંભીર આગ લાગી હોય તો પણ આ પ્રકારના વૃક્ષો સંપુર્ણપણે બળતા નથી. વનવિભાગ દ્રારા આવા વૃક્ષોને સુરક્ષીત કરવા જોઇએ કે જેથી તેને રક્ષણ મળી જાય. આયુર્વેદિક ઔષધીય ઉપયોગીતા ધરાવતા આ વૃક્ષ ખુબ જ ઉપયોગી હોવાનું પણ ભરતભાઇ રૂઘાણીએ જણાવ્ું હતું

Comments

comments