રાત્રીના સમય કરતા સવારે હાર્ટ અટેક થાય છે વધુ

May 21, 2019 at 1:41 pm


કોઈ વ્યક્તિને રાત્રીના સમયની સરખામણીમાં સવારે આવનાર હાર્ટ અટેક વધુ ગંભીર હોઈ છે. આ બાબત પર લંડનની ટ્રેન્ડ્સ ઇન ઇમ્યૂનોલોજી નામની જર્નલમાં પ્રકાશિત થયેલા સ્ટડીમાં કેવી રીતે દિવસનો કોઇ ખાસ સમય બીમારીની ગંભીરતાને પ્રભાવિત કરે છે, તેના વિશે જણાવામાં આવ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોઇ વ્યક્તિને સવારે આવતા હાર્ટ અટેકની સરખામણીમાં રાતે આતો અટેક કે કાર્ડિઅક અરેસ્ટ (આ એક હાર્ટ અટેકનો પ્રકાર છે, જેમાં વ્યક્તિનું હૃદય શરીર સુધી બ્લડ પમ્પ કરવાનું બંધ કરે છે અને અચાનક વ્યક્તિ બેભાન થઇ જાય છે) સરખામણીમાં વધુ ગંભીર હોય છે.

સંશોધકોએ આ વિષય પર થયેલી અલગ-અલગ સ્ટડીનો અભ્યાસ કર્યો અને તેઓ કરેલા સ્ટડી સાથે સરખામણી કરવાનો પ્રયત્ન કર્યો. તે અનુસાર તેઓને જાણવા મળ્યું કે રાત્રી કરતા સવારે આવેલા હાર્ટ અટેક વધુ ભયજનક છે.

Comments

comments

VOTING POLL