રાપરમાં ગેરકાયદેસર પેસેન્જરોની હેરફેર કરતા વાહન ચાલકો સામે લાલઆંખ

August 20, 2018 at 8:51 pm


98 એન.સી. કેસાે નાેંધાયા ઃ 9 વાહનાે ડિટેઈન

પૂર્વ કચ્છના રાપર ખાતે ટ્રાફિક પાેલીસે કડક કાર્યવાહી કરીને સપાટો બાેલાવ્યો હતાે. આજે જિલ્લા ટ્રાફિક શાખાએ રાપર ખાતે ઝુંબેશ હાથ ધરી હતી. ગેરકાયદેસર મુસાફરોની હેરફેર કરતા વાહનાે સામે સપાટો બાેલાવ્યો હતાે. ર07 મુજબના 9 વાહનાે ડિટેઈન કરાયા હતા. 98 એન.સી. કેસાે કરાયા હતા. 1રર00નાે દંડ વસુલવામાં આવ્યો હતાે. આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે તેવું પીએસઆઈ એમ.જી.જાડેજાએ જણાવ્યું હતું. આજે એકાએક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તાે કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર પેસેંજરોની હેરફેર થતી હોય છે. જેને લઈને અકસ્માતાે પણ વધી રહ્યાા છે. તે એક હકીકત છે. આવા અકસ્માતાે રોકવા જરૂરી બની રહે છે. રાપર ખાતે ટ્રાફિક પાેલીસ નિયમિત ઝુંબેશ હાથ ધરે તેવી માંગણી લોકો દ્વારા ઉઠવા પામી છે. છેલ્લા ઘણા સમયથી રાપર તેમજ ભચાઉ વિસ્તારમાં પણ ગેરકાયદેસર પેસેન્જરોની હેરફેર થઈ રહી છે. જેમાં અવાર-નવાર નિદોૅષ માનવીય જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. આ પ્રને ધ્યાન દોરવું જરૂરી છે.

Comments

comments

VOTING POLL