રાપરમાં વધુ આેટલા-દબાણો હટાવાયા

August 12, 2018 at 8:20 pm


રાપર નગરપાલિકા અને પાેલીસ તંત્ર દ્વારા વેગીલી ઝુંબેશ ચાલુ રહી

ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્યભરમાં ટ્રાફિકને નડતરરૂપ આેટલા અને છાપરા તેમજ પાકા દબાણો દૂર કરવામાં આવી રહ્યાા છે. ત્યારે કચ્છના રાપર શહેરમાં ભુકંપ બાદ ટાઉન પ્લાનિંગ દરમિયાન જે લાગવગશાહી ચાલી હતી અને આડેધડ દબાણ થઈ ગયા હતા જેને છેલ્લા પાંચ દિવસથી રાપર પાેલીસ અને નગરપાલિકા દ્વારા દુર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

પૂર્વ કચ્છ જિલ્લા પાેલીસ વડા પરિક્ષિતા રાઠોડના માગૅદર્શન હેઠળ રાપર પાેલીસ ઈન્સ્પેક્ટર આર.એલ.રાઠોડ અને નગરપાલિકાના ચીફ આેફિસર મેહુલ જોધપુરા, પ્રમુખ ગંગાબેન શિયારીયા, ઉપપ્રમુખ હઠુભા સાેઢા સહિતના અધિકારીઆે અને પદાધિકારીઆેના માગૅદર્શન હેઠળ કિશોરિંસહ જાડેજા, સામત બરાડીયા, વિનાેદ વસાવા, જસીબેન આહિર, સહિતના અધિકારીઆે અને નગરપાલિકાના કાનજીભાઈ ડોડીયા, ખેંગાર ડોડીયા સહિતની ટીમદ્વારા સલારી નાકા, દેના બેંક ચોક, પાધરદેવી, ખોડીયાર મંદિર રોડ, ત્રંબાે ત્રણ રસ્તા, પ્રાગપર ચાર રસ્તા સહિતના વિસ્તારમાં ત્રણસાેથી વધુ છાપરા તેમજ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

તાે આજે અયોધ્યાપુરી, માલી ચોક, મુખ્ય બજારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો અને આેટલા દુર કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં ચારસાેથી વધુ દબાણ દુર કરવામાં આવ્યા હતા પાેલીસ અને નગરપાલિકાની સંયુક્ત ઝુંબેશને લોકો આવકારી રહ્યાા છે તેમાં પણ રાપર પાેલીસ ઈન્સ્પેક્ટર આર.એલ.રાઠોડની રાવડી રાઠોડની છબીના લીધે કોઈ પણ પ્રકારના દબાણોને લાગવગ જ નહિં રાખવામાં આવે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL