રાપર પોલીસે રર.૩૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો: બેની અટકાયત

April 18, 2019 at 11:10 am


આજકાલ પ્રતિનિધિ-ગાંધીધામ
રાપર પાસે માંજુવાસ અને ફતેગઢ વચ્ચે નર્મદા કેનાલના પુલ પાસેથી ખાતરની આડમાં સંતાડી 500 પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક સાથે ચાલક અને કલીનરને રાપર પોલીસે ઝડપી લઈ તેની પાસેથી 22.38 લાખનો દા, ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ 30.49 લાખની મત્તા કબજે કરી આ જથ્થો કયાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો ? તે સહિતની પુછપરછ કરી બુટલેગર સહિતનાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયર્િ છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાપર પાસે માંજુવાસ અને ફતેગઢ વચ્ચે વિદેશી દાનો જથ્થો રાજસ્થાનથી ટ્રકમાં ભરી આવતો હોવાની ચોકકસ બાતમીને આધારે પીઆઈ જે.એમ.ગઢવી, પીએસઆઈ રહેવર, એ.બી.ચૌધરી સહિતના સ્ટાફે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રક નં.આરજે19જીએ 9099ને અટકાવી પુછપરછ કરતા ટ્રક ચાલક રાજસ્થાનના બડી સાદડી તાલુકાના અંબાવડી ગામનો સુરેશચંદ્ર ભંવરલાલ સાલવી અને કલીનર નરેન્દ્ર ઉર્ફે રતારામ કેશવરામ ગર્ગ હોવાનું જણાવતા પોલીસે ટ્રકની તલાશી લેતાં કુદરતી છાણીયા ખાતરની આડમાં સંતાડેલો 500 પેટી વિદેશી દા મળી આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી વિદેશી દા, ટ્રક, રોકડ મળી 30.49 લાખની મત્તા કબજે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

Comments

comments