રાફેલની રાડ વચ્ચે નિર્મલા કાલે ફ્રાન્સ પહાેંચી જશે

October 11, 2018 at 10:36 am


રાફેલ વિમાનના સોદામાં ભયંકર કૌભાંડનો રાક્ષસ ધુણી રહ્યાે છે ત્યારે જ સંરક્ષણ મંત્રી નિર્મલા કાલે ફ્રાન્સની 3 દિવસની યાત્રા પર જવાના છે અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફલોરેન્સ પાલ} સાથે તેઆે મહત્વની મંત્રણા કરશે.
જે કંપનીએ રાપેલ વિમાનો બનાવ્યા છે તે ડસોલ્ટના પ્લાન્ટની પણ નિર્મલા મુલાકાત લેશે. ફ્રાન્સના પ્રમુખ મેક્રાેન સાથે પર એમની વાતચીત થવાની શકયતા છે.
નિર્મલા રાફેલ વિમાનની વિલક્ષંણતાઆે અને તેની કેપિસીટી વિશે પ્રથમ તબક્કાની માહિતી લેશે અને તેની ડિલિવરી જેવી મહત્વની બાબતો પર ચર્ચા કરશે. કુલ 36 વિમાનોની ડિલિવરી ભારતને કરવાની છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે સત્તાવાર રીતે સંરક્ષણ મંત્રી કક્ષાની આ વાટાઘાટ માટે પહેલેથી જ ગોઠવણ થઈ ગઈ હતી તેમ સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે. આ મુલાકાતને અને મંત્રણાને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે નવા ઉત્પાદક સહકારની આપ-લે વધારવા ભારત ઉત્સુક છે અને રાફેલ સોદાથી બન્ને દેશ નજીક આવી ગયા છે તે વાતથી ભારત ખુશ છે.

Comments

comments

VOTING POLL