રાફેલ ડીલના રાજકીય વિવાદમાં દેશની સુરક્ષાના મહત્વના મુદ્દે આંખમિચામણાં

August 13, 2018 at 11:50 am


ફ્રાન્સથી ખરીદાયેલાં રાફેલ ફાઇટર જેટ વિમાનનો હાલ રાજકીય વિવાદ ચાલી રહ્યાે છે, પરંતુ આ વિવાદની આડમાં એરફોર્સમાં ફાઇટર વિમાનોની જે ઘટ છે તેની સામે આંખમિચામણાં થઇ રહ્યાં છે. એરફોર્સ પાસે વિમાનોની 40 સ્કવોડ્રન હોવી જોઇએ, જોકે યુÙના સમયે 4ર સ્કવોડ્રનની જરુરિયાત હોય છે.

અત્યારે એરફોર્સ પાસે 31 સ્કવોડ્રન છે એટલે કે 9ની ઘટ છે. મિગ શ્રેણીનાં વિમાનો ધરાવતી 14 સ્કવોડ્રનને ર01પથી ર0ર4 દરમિયાન તબક્કાવાર રિટાયર કરવાનું નક્કી છે. બીજી બાજુ તેજસ વિમાનોની 4.પ સ્કવોડ્રન ર0ર8 સુધીમાં એરફોર્સમાં સામેલ કરાશે. આ ઉપરાંત એસયુ-30 એમકેઆઇની અઢી સ્કવોડ્રન સામેલ થશે. તે પછી પણ ર00 વિમાનોની ઘટ રહેશે. એરફોર્સના નિષ્ણાતોની ચિંતા વિમાનોને સામેલ કરવાની પ્રqક્રયા અને તેમાં થતા વિલંબ સામે છે. સરકારે ફ્રાન્સ સાથે વિમાનોનો સોદો કર્યો છે અને એ પણ ખૂબ મોટી કિંમત ચૂકવીને.

કેન્દ્રીય પ્રધાનમંડળે 8.8 અબજ ડોલરની રાફેલ ડીલને આેગસ્ટ- ર016માં મંજૂરી આપી. ઉલ્લેખનીય છે કે તેના 16 મહિના પહેલાં વડા પ્રધાને ફાઇટર જેટ ખરીદવાની જાહેરાત કરી હતી. ર01પમાં જ્યારે વડા પ્રધાન ફ્રાન્સના પ્રવાસે ગયા ત્યારે તેમણે આેછાં વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો તેમજ વિમાન અંગે બંને દેશો વચ્ચે આંતરિક સમજૂતી કરવામાં આવી હતી.

વડા પ્રધાનને આ નિર્ણય લેવાનો અધિકાર પણ છે, જોકે ડીલની ટીકા કરતા લોકો એવો પ્રશ્ન કરી રહ્યા છે કે સરકારની પ્રqક્રયા મુજબ આવી કોઇ ભલામણ કરવા માટે સમિતિ છે. સમિતિના અભિપ્રાય વિના વડા પ્રધાન આવો નિર્ણય કરે તે કેટલા અંશે યોગ્ય છેં વળી, આ પ્રqક્રયામાં જે સમય વેડફાયો તેનો પણ વિચાર કરવો જોઇએ.

10 વર્ષમાં મનમોહનસિંહની સરકારે એરફોર્સની ફાઇટર જેટ સહિતની જરુરિયાત પૂરી કરવાની દિશામાં કોઇ કામગીરી કરી ન હતી. રાફેલ વિમાનની ડીલ માટે મનમોહનસિંહની સરકારે પ્રાથમિક વાટાઘાટ ફ્રાન્સ સરકાર સાથે શરુ કરી હતી, જોકે તેમાં પછી કોઇ પ્રગતિ થઇ શકી ન હતી.

વાત ફાઇટર જેટ હોય કે પછી સેનાની ત્રણેય પાંખના શસ્ત્ર સરંજામની, આ બાબત દેશની સુરક્ષા માટે પણ અત્યંત મહÒવની છે, કેમ કે આપણા પાડોશમાં ચીન અને પાકિસ્તાન જેવા દેશો છે.

રાહુલ ગાધીએ સંસદમાં રાફેલ વિમાનના સોદા અંગે શંકા વ્યક્ત કરી તેને રાજકીય મુદ્દાે બનાવી દીધો છે. આગામી લોકસભા ચૂંટણીમાં પણ રાફેલનો મુદ્દાે ગાજતો રહેશે. સરકાર અને વિપક્ષોના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે એરફોર્સ અને દેશની સુરક્ષા માટે અત્યંત જરુરી એવી ચર્ચા બાજુ પર રહી જશે.

Comments

comments

VOTING POLL