રાફેલ મુદ્દે ભાજપને ભીડવવા કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા

August 25, 2018 at 11:33 am


કેન્દ્રની ભાજપ સરકાર અને ફ્રાંસની સરકાર વચ્ચે રાફેલ લડાકુ વિમાનના ડીલમાં Kચી કિંમતે ખરીદીને બિનઅનુભવી માનીતા ઉદ્યાેગપતિને ફાઈટર પ્લેન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવાના મુદ્દે ભાજપને ભીસમાં લેવા માટે કાેંગ્રેસે તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢ્યા છે. જે અંતર્ગત આગામી દિવસોમાં રાજ્યના છ મહાનગરોમાં ધરણાં-પ્રદર્શન યોજવામાં આવશે. અમદાવાદમાં 4થી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય નેતાઆેની હાજરીમાં ભાજપ વિરોધી દેખાવ-પ્રદર્શન યોજાશે.
કાેંગ્રેસના સૂત્રોના મુજબ કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ ડીલના મુદ્દે ભાજપ સરકાર ઉપર માનીતા ઉદ્યાેગપતિને ફાયદો કરાવવા ચાર ગણી Kચી કિંમતે ફાઈટર પ્લેન ખરીદવાનો બારોબાર નિર્ણય કરાયાનો આક્ષેપ કર્યો છે અને કાેંગ્રેસ પ્રમુખ લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દે ભાજપને ભીસમાં લેવા દેશવ્યાપી દેખાવ, ધરણાં-પ્રદર્શનનો દરેક રાજ્યના એકમોને આદેશ કર્યો છે. જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા અને ભૂજમાં કાેંગ્રેસના વરિષ્ઠ નેતાઆે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાફેલનો મુદ્દાે ઉઠાવશે. સૂત્રોએ જણાવ્યું કે, શનિવારે રાજ્યવ્યાપી ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રની ભાજપ સરકારે કાેંગ્રેસના અગાઉના રાફેલ ડીલમાં ફેરફાર કરીને કઈ રીતે ઉંચી કિંમતે આ ડીલને મંજૂરી આપીને ભ્રષ્ટાચાર આચર્યો તેની વિસ્તૃત વિગતો લોકો સમક્ષ લઈ જવામાં આવશે..
સૂત્રો કહે છે કે, કાેંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીની અધ્યક્ષતામાં રાફેલનો મુદ્દાે દેશભરમાં ગજાવવા માટે એક કમિટીની રચના કરાઈ છે. જેમાં ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અજુર્ન મોઢવાડિયા, વિરોધપક્ષના પૂર્વ નેતા શિક્તસિંહ ગોહિલ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણનો સમાવેશ કર્યો છે..

Comments

comments

VOTING POLL