રાફેલ: વિપક્ષ માટે દારૂગોળો

April 12, 2019 at 10:05 am


લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂં થઇ ગયું છે અને હવે બીજા તબક્કા તરફ સૌએ ધ્યાન કેન્દ્રિત કયુ છે ત્યારે રાફેલ ફરી એક વખત વિપક્ષ માટે દારૂગોળો સાબિત થઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના અગાઉના રાફેલ ચુકાદાની સમીક્ષા માગી રહેલા અરજદારોએ રજૂ કરેલા ‘ચોરેલા’ દસ્તાવેજોને ધ્યાનમાં લેવા સુપ્રીમ કોર્ટે સંંમતિ દર્શાવી છે. ‘ચોરેલા’ દસ્તાવેજોના આધારે કરાયેલી રીવ્યૂ પિટિશન ફગાવવાની કેન્દ્રની માગણી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. આમ સુપ્રીમ કોર્ટના આદેશથી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી જોશમાં આવી ગઈ છે.
રાહત્પલ ગાંધીએ રાફેલના મુદ્દે જ દેશભરમાં નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી સામે હોબાળો મચાવ્યો છે અને ચોકીદાર જ ચોર છેનું સૂત્ર વહેતુ મૂકયું છે. રાહત્પલ ગાંધી અને કોંગ્રેસના આ શાબ્દિક હત્પમલાથી ભાજપને પણ પોતાની રણનીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કોંગ્રેસે કહ્યું કે ‘કૌભાંડ’ની વિગતો જાહેર થઈ રહી છે અને ‘ઓફિશિયલ સિક્રેટસ’ એકટના પાછળ મોદી સરકાર છુપાઈ શકશે નહીં. કોંગ્રેસના કહ્યું કે ‘મોદીજી, તમે જેટલું ચાહો તેટલું ભાગી શકો છો અને છૂપાઈ શકો છો પણ મોડું કે વહેલું આખરે સત્ય બહાર આવે છે. વર્ષેાથી ચાલી રહેલો કાયદાકીય સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણ્યો છે. રાફેલ ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર બહાર પાડનારા પત્રકારો સામે ઓફિશિયલ સિક્રેટસ એકટ હેઠળ કામ ચલાવવાની મોદીજીએ ધમકી આપી હતી. મોદીજી તમને ગમે કે નહીં, ચિંતા નહીં કરો હવે તપાસ કરવામાં આવશે.’
ટૂંકમાં લોકસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસ પાસે વધુ એક દા ગોળો આવી ગયો: છે. હવે જોવાનું એ રહે કે કોંગ્રેસને તેનો કેટલો લાભ મળે છે

Comments

comments