રામનગરનાં વૃધ્ધનું છાતીમાં દુઃખાવાથી પ્રાણપંખેરૂ ઉડયુ

May 11, 2018 at 12:50 pm


જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ રામનગર શેરી નં. 2માં રહેતા ભરતભાઇ છગનભાઇ ઝાલા (ઉ.વ.55) નામના વૃધ્ધને છાતીમાં દુઃખાવો થતા તેમના ભત્રીજાની દુકાને જઇને આ અંગે વાત કરી હતી આથી તેમના ભત્રીજા ખાનગી દવાખાને લઇ ગયા હતા ત્યાં તપાસીને દવા આપી હતી દરમ્યાન ભરતભાઇ ખુરશીમાં બેઠા બેઠા નમી જતા ત્યાંથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જાહેર કર્યુ હતું. સીટી-એ માં આ બનાવની જાણ હિતેશ દયાળજીભાઇ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL