રામનાથ મહાદેવની સોમવારે વર્ણાગી: 1100 કિલો પેટીસનો પ્રસાદ ધરાવશે રાજપૂત પરમારબંધુ

August 25, 2018 at 4:41 pm


રાજકોટની આજી નદીના કાંઠે બિરાજતાં 700 વર્ષ જૂના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વણા¯ગીનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ચાલુ વર્ષે આગામી તા.27ના રોજ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવાર નિમિત્તે રામનાથ મહાદેવ મંદિરેથી 95મી વણા¯ગી (શોભાયાત્રા) નીકળશે અને શહેરના વિવિધ માર્ગો પર જય રામનાથ અને હર હર મહાદેવના નાદ સાથે ફરશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.7ના ભાજપના કોર્પોરેટર અને શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર અને જયેશભાઈ રાજપૂત (પરમાર) દ્વારા 1100 કિલો પેટીસનો મહાપ્રસાદ ધરાવી તેનું ભક્તોને ફરાળ માટે વિતરણ કરાશે.

વધુમાં આ અંગે કોર્પોરેટર અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે મંદિરેથી વણા¯ગી નીકળતાં પહેલાં સ્વયંભૂ રામનાથ મહાદેવનું ષોડષોપચાર પૂજન થશે અને બપોરે 3 કલાકે સંગીતની સૂરાવલી સાથે વણા¯ગીનો પ્રારંભ થશે. વણા¯ગીનો રૂટ રામનાથ મહાદેવ મંદિરથી કોઠારિયા નાકા, દરબારગઢ રોડ, સોનીબજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોક તેમજ જયરાજ પ્લોટ અને હાથીખાના થઈ મંદિરે પરત ફરશે. ભક્તજનોને રામનાથપરા મેઈન રોડ પર શેરી નં.11ના કોર્નર ખાતે રાત્રીના 10ઃ30 કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 22 વર્ષથી કોઈ પણ પ્રકારનો ફંડ-ફાળો ઉઘરાવ્યા વિના અજયભાઈ પરમાર અને જયેશભાઈ રાજપૂત (પરમાર) બન્ને ભાઈઆે દ્વારા સ્વખર્ચે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવે છે. આ તકે રામનાથ મંદિરેથી બપોરે 3ઃ30 કલાકે નીકળનારી વણા¯ગીમાં જોડાવા શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments

comments

VOTING POLL