રામપરની પરિણીતાનું પેટના દુ:ખાવાથી મૃત્યુ

April 19, 2019 at 10:51 am


જામનગરના રામપરમાં રહેતી ભીલ પરિણીતાનું પેટના દુ:ખાવા અને ઉલ્ટી થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું.
જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતી સવિતાબેન પ્રકાશભાઇ ભીલ (ઉ.વ.21) નામની પરિણીતાને તા. 17ના રાત્રીના આઠેક વાગ્યે પેટમાં દુ:ખાવો અને ઉલ્ટી, ઉબકા થયા હતા આથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું. આ અંગે પ્રકાશ શંભુભાઇ દ્વારા પંચ-એમાં બનાવની જાણ કરવામાં આવી હતી.

Comments

comments