રામમંદિરનો દાવ સફળ થશે ?

January 31, 2019 at 8:59 am


અયોધ્યામાં રામ મંદિરના નિમાર્ણને લઇને વધી રહેલા દબાણ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પગલુ લેતા અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મિસ્જદ વિવાદિત સ્થળની આસપાસની 67.390 એકર હસ્તગત નિવિર્વાદ જમીન તેમના માલિકોને પરત આપવા માટેની સુપ્રીમ કોર્ટમાં એક આવેદન દાખલ કર્યું હતું. આ પહેલા લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મહત્વનું એટલા માટે કે, સુપ્રીમ કોર્ટમાં આ મામલામાં સુનવણીનું મુહંર્ત નીકળતું જ નથી. છેલ્લે 29મી જાન્યુઆરીએ સુનાવણી શરુ થવાની હતી પણ ન્યાયધીશની ગેરહાજરીને કારણે ફરી મુØત પડી છે. સરકારે વિવાદ સિવાયની જમીન રામજન્મભૂમિ ન્યાસને પરત આપવાની જે માંગણી કરી છે તે એક પ્રકારનો દાવ છે તેવું માનવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આ આવેદનમાં કોર્ટના 2003ના આદેશમાં સુધારાનો અનુરોધ કર્યો છે. મોદી સરકારે 33 પુષ્ઠાેના આવેદનમાં 31 માર્ચ, 2003ના આદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે મુખ્ય કોર્ટે વિવાદિત ભૂમી તથા યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ મર્યાદિત રાખવાની જગ્યાએ આ આદેશનો વિસ્તાર આસપાસની હસ્તગત જમીન સુધી કરી દીધો છે.અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992થી પહેલા 2.77 એકરની જમીનના 0.313 એકર ભાગમાં આ વિવાદિત માળખું હાજર હતું, જેને કારસેવકોએ તોડી નાખ્યો હતો. ત્યારબાદ દેશભરમાં મોટા પ્રમાણમાં કોમવાદના રમખાણો થયા હતા. સરકારે 1993માં એક કાયદના માધ્યમથી 2.77 એકર સહીત 67.03 એકર જમીન હસ્તગત કરી હતી. તેમાં રામજન્મ ભૂમી ટ્રસ્ટ તેમાં 42 એકર જમીના માલીક છે, જે નિવિર્વાદ હતી અને જેને હસ્તગત કરવામાં આવી હતી.

હવે જોવાનું એ રહે છે કે, આ મામલામાં ફરી કાનૂની લડાઈ ચાલુ થાય છે કે, નહી કારણકે, મુિસ્લમ પર્સનલ લો બોર્ડના સભ્યએ આ મુદ્દે કાનૂની લડાઈ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જો સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની અરજી સ્વીકારી તેની તરફેણમાં નિર્ણય આપશે તો એક રીતે સરકારની તે મોટી ઉપલબ્ધી કહેવાશે.

Comments

comments