રામમંદિર મુદ્દે વિહિપ નરમ

February 8, 2019 at 9:14 am


વિશ્વ હિન્દુ પરિષદ રામમંદિર મુદ્દાે થોડું નરમ પડéું છે જે આશ્ચર્ય જન્માવે તેવી બાબત છે. વિહિપના કાર્યકારી પ્રમુખ આલોક કુમારે જાહેર કર્યું છે કે અયોધ્યામાં રામમંદિરના નિમાર્ણ માટેનું આંદોલન ચાર મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે. ચાર મહિના સુધી એટલે કે લોકસભાની ચૂંટણી પૂરી ના થઈ જાય ત્યાં સુધી હવે વિહિપ રામમંદિરનું આંદોલન નહિ કરે. નવી સરકાર આવે ત્યાં સુધી આ વાત આ રીતે ટાળી દેવાઈ છે અને તે માટે સૂફિયાણું બહાનું અપાયું છે કે વિહિપ આ મુદ્દાને રાજકીય મુદ્દાે બનવા દેવા માગતી નથી.

આખી દુનિયા જાણે છે કે ભારતીય જનતા પક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદ માટે રામમંદિરનો મુદ્દાે રાજકીય મુદ્દાે છે. તેઆે વાતો એવી કરે છે કે આ મુદ્દાે દેશના કરોડો હિન્દુઆેની આસ્થાનો મુદ્દાે છે. વાત સાચી છે દેશના કરોડો હિન્દુઆે માટે રામમંદિર આસ્થાનો જ મુદ્દાે છે, પણ ભાજપ અને વિહિપ રબ્બરની જેમ આ મુદ્દાને ખેંચીને એક પછી એક ચૂંટણીઆેમાં તેને વાપરતો આવ્યા છે. હવે કોઈ બહાના બચ્યા નથી ત્યારે વિપક્ષના લોકો કોર્ટમાં વિલંબ કરાવે છે તેવું તકલાદી બહાનું ચલાવ્યું તે ચાલ્યું નથી. તેથી હવે ચૂંટણી ટાણે વિહિપે જાહેરાત કરી કે ચાર મહિના તેઆે આ મુદ્દાે નહિ ચલાવે.

વિહિપે આંદોલનને ચાર મહિના સુધી મુલતવી રાખવાં અંગેનું નિવેદન શા માટે કર્યું, તેના કરતાં કોના કહેવાથી કર્યું તેની ચર્ચા વધારે થશે. વિહિપના નેતા પદેથી ગુજરાતના ડો. પ્રવીણ તોગડિયાને હટાવી દેવાયા છે. તોગડિયાને પરાણે હટાવીને વિહિપનો પણ કબજો લઈ લેવાયો છે. તેથી સંઘે વિહિપને સૂચના આપી કે ભાજપે સૂચના આપી તેવો સવાલ થવાનો. સંઘના નેતાઆેના નિવેદનો એવું સૂચવે કે તેમને ચૂંટણી હોય કે ના હોય બહુ ફરક પડતો નથી. તેથી ચૂંટણી હોવાથી રામમંદિરના વાત ના કરવી તેવી વાત સંઘની વિચારધારામાં બંધબેસતી નથી. આવો વિચાર ભાજપને ફાવે તેવો છે, કેમ કે ભાજપને હવે સાધુસંતો પણ પૂછી રહ્યા છે કે ક્યાં છે રામમંદિર. રામમંદિરનું બાંધકામ ક્યારે શરુ કરો છો તેવો સતત સવાલ ભાજપને મૂંઝવી રહ્યાે છે. તેથી ભાજપની સૂચનાથી વિહિપે આવી જાહેરાત કરી હોય તેવી શક્યતા વધારે છે.

એવું પણ કહેવાય છે કે ધર્મસંસદમાં મોહન ભાગવતે એવું કહેલું કે મોદી સરકાર બે વર્ષમાં મંદિર બાંધી આપશે. તેની સામે કેટલાક સાધુસંતોએ સવાલો ખડા કર્યા હતા એમ મનાય છે. આ રીતે હવે સાધુસંતો જ કંટાળ્યા છે કે રામમંદિરની વાતો કરીને અમને ભરમાવો નથી, પાકી તારીખ આપો. કદાચ તેના કારણે પણ ચૂંટણીના ચાર મહિના તારીખ ના આપવી પડે તે માટે વિહિપે રામમંદિરના મુદ્દાને કોરાણે મૂકવાની વાત કરી હશે. ભાજપે પ્રજાને જવાબ આપવાનો છે, જ્યારે વિહિપ અને સંઘે સાધુસંતોને જવાબ આપવાનો છે. તેથી કદાચ સંઘની સૂચના પણ હોય અને વિહિપે જાહેરાત કરી હોય કે ચાર મહિના વાત પડતી મૂકાઈ છે.

Comments

comments

VOTING POLL