રામવાવ-સીમર-રોજીવાડા રોડનું 3 કરોડથી વધુના ખર્ચે થશે નવિનીકરણ

January 4, 2019 at 2:57 pm


રામવાવ-સીમર-રોજીવાડા રોડનું 3 કરોડથી વધુના ખર્ચે નવિનીકરણ થશે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તક રામવાવ-સીમર-રોજીવાડા સુધીના 11 કિલોમીટરના રોડના નવિનીકરણ માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ રાજ્ય સરકારને ભલામણ કરી હતી. બરડાપંથકના ગામડાઆે માટે આ રસ્તો ખૂબ જ અગત્યનો હોવાથી વહેલી કામગીરી થાય તે માટે ભલામણ થઈ હોવાથી અંતે રાજ્યસરકારે 3 કરોડ 10 લાખ રૂપીયા આ રોડના કામ માટે મંજુર કર્યા છે. અને ટુંક સમયમાં તેની કામગીરી પણ શરૂ થવાની હોવાથી લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે.

Comments

comments

VOTING POLL