રામેશ્વરનગરમાં 22 વર્ષથી યોજાતા મટકી ફોડના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૃષ્ણભકતો જોડાયા

September 7, 2018 at 11:34 am


જામનગરમાં છેલ્લા 22 વર્ષથી રામેશ્વર યુવક મંડળના નેજા હેઠળ અને નગરસેવક કિશનભાઇ માડમના સહકારથી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવે છે આઠમ દિવસે યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમમાં 20 ફºટ ઉંચી બે મટકી રાખવામાં આવી હતી જેમાં માખણ મીસરી, પીપર, ચોકલેટ રાખવામાં આવી હતી, 40 લોકોની ટીમે નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયા લાલ કીના નાદ લગાવ્યા હતાં અને આઠમ દિવસે આ કાર્યક્રમ યોજાતા હજારો લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ સમયે ડોકટર અને સ્વયંસેવકોની ટીમ રાખવામાં આવી હતી. વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. કાર્યક્રમમાં નગરસેવક કિશનભાઇ માડમ, મનોજભાઇ ગોહીલ, પ્રફºલભાઇ સોની સહીતના અગ્રણીઆે જોડાયા હતાં.

Comments

comments

VOTING POLL