રામ કદમની જીભ કાપનારને આપીશ 5 લાખનું ઈનામઃ કાેંગ્રેસના પૂર્વ મંત્રી

September 7, 2018 at 11:59 am


મુંબઈમાં દહી હાંડી આયોજન દરમ્યાન બીજેપી ધારાસભ્ય રામ કદમે છોકરીઆેને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

મહારાષ્ટ્રના એક પૂર્વ મંત્રીએ ભાજપાના ધારાસભ્ય રામ કદમની જીભ કાપીને લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો િક્લપમાં તે આવું બોલતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભાજપાના ધારાસભ્ય રામ કદમ એક છોકરીના અપહરણ કરવા સંબંધી એક ટીપ્પણીને લઈ હાલમાં વિવાદોમાં છે. ત્યારબાદ કોગ્રેસના પૂર્વ મંત્રી સુબોધ સાઆેજીએ આ ટીપ્પણી કરી છે.

મહારાષ્ટ્રના બુલઢાનામાં આયોજીત એક કાર્યક્રમના વીડિયોમાં કાેંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી સુબોધ સાઆેજી કથિત રુપથી એવું કહેતા જોવા મળી રહ્યા છે કે, કદમનું નિવેદન ધારાસભ્યની ગરીમાના અનુરુપ નથી. તેમણે કહ્યું કે, જેથી હું તેમની જીભ કાપીને લાવનારને રુપિયા 5 લાખનું ઈનામ આપવાનું એલાન કરુ છું.

મુંબઈમાં દહી હાંડી આયોજન દરમ્યાન બીજેપી ધારાસભ્ય રામ કદમે છોકરીઆેને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ઘાટકોપરથી બીજેપીના ધારાસભ્ય રામ કદેમે આ દરમ્યાન યુવાનોને સંબોધિત કર્યા હતા અને તેમના માટે છોકરીઆેનું અપહરણ કરીને લાવવાની વાત કરી હતી. સોશિયલ મીડિયા પર બીજેપી ધારાસભ્ય રામ કદમના વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે છોકરાઆે માટે છોકરીઆે ભગાવીને અને અપહરણ કરીને લાવવાની વાત કરી હતી.

આ વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો રાષ્ટ્રવાદી કાેંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં રામ કદમે કહ્યું હતું કે, જો છોકરાઆેને છોકરી પસંદ છે અને તેના મા-બાપને છોકરી પસંદ આવી જાય તો, લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, તો હું છોકરીને ભગાડીને લાવી આપીશ.

Comments

comments

VOTING POLL