રામ મંદિર માટે દબાણ

October 20, 2018 at 11:52 am


લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ફરી કેસરિયા બ્રિગેડમાં રામ મંદિરમો મુદ્દાે ચર્ચા સ્થાને છે. આમ તો ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મંદિરનો સંકલ્પ વારંવાર કહી ચુક્યો છે પણ હવે સ્થિતિ થોડી જુદી છે અને તેના ઉપર બધેથી પ્રેશર વધતું જાય છે. આર.એસ.એસ.ના સુપ્રીમો મોહન ભાગવતે નાગપુરમાં દશેરાના કાર્યક્રમમાં ભારપૂર્વક મોદી સરકારને રામ મંદિર માટે કાયદો બનાવવા માટે આગ્રહ કર્યો હતો. રામ મંદિર મુદ્દે સુપ્રીમમાં 29મીએ સુનવણી થવાની છે અને આ સુનાવણીના દસ દિવસ પહેલાં જ સરસંઘચાલકનું નિવેદન આòર્યજનક છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં અંતિમ સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે નમાજ પઢવા મિસ્જદની કોઈ જરુર નથી. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે જ્યારે સુનાવણી હવે હાથવેંતમાં છે ત્યારે આવા નિવેદનની શું જરુરંતેવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

આનું મુખ્ય કારણ એ છે કે ભાજપને અને આરએસએસ બંનેને ડર છે કે જે રીતે કાેંગ્રેસ એક પછી એક ભાજપના મુદ્દા પચાવી પાડી રહી છે એ રીતે કદાચ આ મુદ્દાે પણ તેમના હાથમાંથી છીનવાઈ જાય તે છે. તેમના જ ઘટક પક્ષ શિવસેનાનું વલણ પણ રામમંદિર મુદ્દે ખૂબ જ કડક છે. દશેરાની રેલી દરમિયાન કદાચ ઉÙવ આ મુદ્દાે ઉછાળી પણ શકે તેમ છે. આથી આ સમયે દશેરાના દિવસે જ રામમંદિર મુદ્દે મોહન ભાગવતે અધ્યાદેશ દ્વારા રામમંદિર બનાવવાની વાત પર જોર આપ્યું છે. વળી એ કદાચ સપ્તાહ અગાઉ જ વિશ્વહિન્દુ પરિષદના સંતો અને સાધુઆેની સંસદે પણ ભાજપને રામમંદીર બનાવો અથવા પરિણામ ભોગવો તેવી ચીમકી આપી દીધી છે.

મોદીની લોકપ્રિયતા સિવાય ભાજપ પાસે અત્યારે બીજું કંઈ જ નથી. જો આ મુદ્દાે પણ વિપક્ષો છીનવી લે તો ભાજપનું જ રામનામ થઈ જાય તેમ છે. આ જ કારણ વીએચપી અને આરએસએસ એવું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાજપ પર તેઆે રામમંદિર મુદ્દે દબાવ લાવ્યા છે અને આ દેશમાં જો કોઈ રામમંદિર બનાવી શકે તેમ છે તો તે માત્ર આરએસએસ અથવા વીએચપી જ છે. જો કોર્ટમાં સુનાવણી ચાલુ થાય અને ફેંસલો આવે ત્યાં સુધી આ મુદ્દે જેટલું રાજકારણ રમવું હોય તે રમી શકાય એવી જ ગણતરી ભાગવતના નિવેદન પાછળ હોઈ શકે તેમ છે. કેમ કે સંઘ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. એકબીજાને વિશ્વાસમાં લીધા વગર બંને પક્ષ કોઈ પણ નિર્ણય લે તેમ નથી. જો ખરેખર સંઘને રામમંદિરની ચિંતા હોત તો સાડાચાર વર્ષ સુધી તેમણે કેમ રાહ જોઈં અધ્યાદેશ લાવીને જ રામમંદિરનું નિમાર્ણ કરવાનું હોત તો સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવાની શું જરુર છેં કોર્ટમાં સુનાવણી શરુ થવાના સમયે જ કેમ વીએચપીના સંતો અને આરએસએસ અધ્યાદેશની વાત લાવ્યા છેં એકંદરે આ મુદ્દે ભાજપની ઢાલ બનાવવાની વાત છે.

Comments

comments

VOTING POLL