રાષ્ટ્રપતિના ભાષણ સાથે બજેટ સત્ર શરૂઃ કાલે લેખાનુદાન

January 31, 2019 at 10:46 am


વર્તમાન સરકારનું અંતિમ સંસદ સત્ર આજે બજેટ સત્રના સ્વરુપમાં શરુ થયું છે. આજે પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બન્ને ગૃહને સંયુકત રીતે સંબોધન કર્યું હતું. આવતીકાલે સરકાર લેખાનુદાન રજૂ કરવાની છે ત્યારે આ બજેટ સત્રમાં હંગામો થવાના આસાર છે, જ્યારે બીજી તરફ સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો કરી શકે છે. બીજી તરફ વિપક્ષ રાફેલ વિમાન સોદો, ખેડૂતો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુારીથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે. વર્તમાન સરકારનું આ અંતિમ સંસદ સત્ર હશે. નાણા મંત્રી પીયૂષ ગોયલ કાલે વચગાળાનું બજેટ રજુ કરશે. આશા રાખવામાં આવી રહી છે કે સરકાર આ બજેટમાં સમાજના વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઆેની જાહેરાત કરી શકે છે. આ બજેટ એવા સમયે રજુ કરવામાં આવી રહ્યું છે જ્યારે વર્તમાન ભાજપા સરકાર એપ્રિલ-મેમાં યોજનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યું છે.

સત્ર દરમિયાન સરકાર નાગરિકતા વિધેયક, ત્રણ તલાક વિધેયક જેવા વિવાદાસ્પદ બિલ પાસ કરવાનો પ્રયાસ કરશે. આ બિલને વિપક્ષોએ ખૂબ વિરોધ કર્યો છે. નાગરિકતા બિલ પર ભાજપના સાથે રહેલા જદયૂએ પણ પોતાનો વિરોધ નાેંધાવ્યો છે. સરકારના એજેન્ડામાં ધ રિપ્રેઝેન્ટેશન આેફ ધ પીપલ એક્ટ(અમેન્ડમેન્ટ) બિલ 2017 પણ છે, જેના આધારે ને મતદાનનો અધિકાર આપવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય મેડિકલ કાઉિન્સલ બિલ પણ સરકારના એજેન્ડામાં છે. નાગરિક સંશોધન બિલ રાજ્યસભામાં પાસ નથી થયું. વિપક્ષ આમાંથી બાંગ્લાદેશનું નામ હટાવવાની માંગણી કરી રહ્યું છે, જેના શરણાર્થીઆે નાગરિકતા માટે આવેદન કરવા માટે લાયક બની જશે. શિયાળું સત્રમાં આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું.

મહિલાઆેને મફત રસોઇ ગેસ કનેકશન આપવાની તૈયારીઃ કાલના બજેટમાં જાહેરાત થઇ શકે

લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર મહિલાઆેને વધુ એક ગિફટ આપી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના દાયરાને વિસ્તારીને ભવિષ્યમાં રસોઈ ગેસ કનેકશન લેનાર તમામ મહિલા ગ્રાહકોને મફત ગેસ કનેકશનનો વાયદો સરકાર કરી શકે છે. આવતીકાલે જે વચગાળાનું બજેટ રજૂ થવાનું છે તેમાં કદાચ તેની જાહેરાત થવાની શકયતા છે. પેટ્રાેલિયમ મંત્રાલય અને નાણા મંત્રાલયે ગેસ કનેકશન સાથે પ્રથમ ગેસ સિલિન્ડર પણ મફત આપવા પર વિચાર કરી રહ્યા છે. અત્યારે ગ્રાહકોએ ગેસની કિંમત આપવી પડે છે. ઉજ્જવલા યોજના ઘણી સફળ રહ્યાનો દાવો થયો છે. હવે સરકાર તેને વિસ્તાર કરવા માગે છે અને પાંચ વર્ષમાં આઠ કરોડ કનેકશન આપવાનો ટાર્ગેટ છે. અત્યાર સુધીમાં 6.20 કરોડ પરિવારોને મફત ગેસ કનેકશન મળી ચૂકયું છે.

ઘરે ઘરે ગેસ કનેકશન પહાેંચાડવા સાથે સરકારે પાઈપ ગેસ નેટવર્કમાં પણ વધારો કર્યો છે અને ગેસ આધારિત અર્થતંત્ર પર ધ્યાન કેિન્દ્રત કર્યું છે. સરકારે ત્રણ વર્ષની અંદર 400થી વધુ શહેરોમાં ગેસ વિતરણનું કામ શરૂ કરાવ્યું છે. દેશના તમામ શહેરો સુધી સીએનજી અને પીએનજી પહાેંચાડવા પર જોર રાખવામાં આવશે તેવી જાહેરાત પણ થઈ છે.

આવતીકાલના બજેટમાં કદાચ સૌરઉજાર્ને ઉત્તેજન આપવા માટેના ઉપાયોની જાહેરાત થઈ શકે છે. આમ, મહિલાઆેને રાજી કરવા અને મહિલાઆેના વધુ મત અંકે કરવા માટે કેન્દ્ર સરકાર મફત રસોઈ ગેસ કનેકશનની આવતીકાલે અથવા ત્યારબાદ જાહેરાત કરી શકે છે. સરકારના અત્યારના બધા પગલાં મતલક્ષી દેખાઈ રહ્યા છે અને મત મેળવવાના હેતુથી જ રાહતની જાહેરાતો કરવામાં આવી રહી છે તે પણ નિશ્ચિત છે.

Comments

comments