રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા મોદી-શાહ ઇચ્છુક : NCP

November 8, 2019 at 7:40 pm


મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇને મડાગાંઠ યથાવત રહી છે. વિધાનસભાની ચૂંટણી યોજાયાને ઘણા દિવસ થયા હોવા છતાં સરકાર રચવાના કોઇ પ્રયાસો સફળ થઇ રહ્યા નથી. રાજકીય આક્ષેપબાજીના દોર વચ્ચે ફડનવીસે રાજીનામુ આપી દીધા બાદ પણ આક્ષેપબાજી જારી રહી છે. શિવસેનાએ ફડનવીસના આક્ષેપોને રદિયો આપ્યો છે. બીજી બાજુ આક્ષેપોના દોર વચ્ચે એનસીપીએ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઇચ્છા ધરાવે છે. એનસીપીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, સરકાર રચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ શિવસેના અને કોંગ્રેસમાં પણ બેઠકોનો દોર જારી રહ્યો છે. ધારાસભ્યો વિભાજિત ન થાય તે માટે શિવસેનાએ ગઇકાલે જ પોતાના ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કરી દીધા હતા. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ ૪૪ ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવાના છેલ્લી ઘડીના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. નીતિન ગડકરી પણ મડાગાંઠને દૂર કરવા માટે મુંબઈ પહોંચ્યા છે પરંતુ સફળતા મળી નથી.

Comments

comments