રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રાજકોટમાં શૌર્યદિનની ઉજવણી નિમિત્તે કલેકટર કચેરી બહાર મહાઆરતી

December 6, 2018 at 4:51 pm


તા.6 ડિસેમ્બરના રોજ બાબરી મિસ્જદ ધ્વંશ નિમિત્તે આજે રાજકોટ સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શૌર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં આ નિમિત્તે બજરંગ દળ દ્વારા નવી કલેકટર કચેરીની બહારના ભાગે મહાઆરતી અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું હતું. આ તકે ઉપસ્થિત દળના કાર્યકરો દ્વારા રામ મંદિર માટે સંસદમાં કાનૂન બનાવવા, અયોધ્યામાં રામ મંદિર બનાવવાની માગણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલયનો આજે રાજકોટ ખાતે જયરામદાસ બાપુ (ખોડિયારધામ આશ્રમ, કાગદડી)ના હસ્તે કરવામાં આવેલ હતો. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી જીતુભાઈ મહેતા, મંત્રી જયંતીભાઈ પટેલ, મીડિયા ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ તલાટિયા સહિતનાઆે ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments