રાષ્ટ્રીય સંત પૂ. ભાઇશ્રી રમેશભાઇ આેઝાના જન્મોત્સવની પાવન ઉજવણી

August 31, 2018 at 2:19 pm


પોરબંદરમાં રાષ્ટ્રીય સંત પૂ. ભાઇશ્રી રમેશભાઇ આેઝાના જન્મોત્સવની આજે પાવન ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના સાન્દીપનિ વિદ્યાનિકેતન પરિવાર દ્વારા રાષ્ટ્રીય સંત પૂ.ભાઇશ્રી રમેશભાઇ આેઝાના 61માં જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્éું હતંુ. જેમાં સવારે શ્રીહરિમંદિરમાં વર્ધાપન પૂજન બાદ ગુરૂકુળ સામેના ઉદ્યાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને સાંદીપનિ સભાગૃહમાં જન્મોત્સવનો સમારોહ યોજાયો હતો જેમાં પૂર્વ સાંસદ ભરતભાઈ આેડેદરા, મધુસુદનભાઈ મહેતા, ટ્રસ્ટીઆે, ગુરુજનો, હરિભક્તો, ઋષિકુમારો મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા અને પૂ. ભાઈશ્રીના જન્મોત્સવ નિમીતે પ્રાસંગિક ઉદ્બોધન સહિત કાર્યક્રમોનું આયોજન થતાં તેમાં જોડાયા હતા. તેઆેએ એવું જણાવ્યું હતું કે જે રીતે અંધારાને દૂર કરવા માટે સૂર્યોદય જરૂરી છે તેવી જ રીતે આપણા દુગુર્ણોને દૂર કરવા માટે મધુર વાણી દ્વારા ભાઈશ્રી રમેશભાઈ આેઝા હંમેશા માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમનો 61 મો જન્મદિવસ હોવાથી 61 દીવડા પ્રગટાવીને વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL