રાષ્ટ્ર્રવાદનો વિજય

May 24, 2019 at 9:12 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ભાજપના વિજયને દેશના લોકોનો વિજય ગણાવે પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ જીતનો શ્રેય માત્ર અને માત્ર નરેન્દ્ર મોદીના કરિશ્માને ફાળે જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જુવાળમાં અનેક કદાવર નેતાઓ અને પ્રાદેશિક પક્ષો તણાઈ ગયા છે અને આ વિજયથી એક નૂતન ભારતનો ઉદય થયો છે તેમ ચોક્કસ કહી શકાય.એક વખત સંસદમાં માત્ર બે બેઠક ધરાવતો પક્ષ આજે ‘ દોબારા ‘ સત્તામાં આવ્યો છે એ કોઈ નાનીસુની બાબત નથી. નરેન્દ્ર મોદી સામે કાદવ ઉછાળવામાં વિરોધ પક્ષે કાંઈ બાકી રાખ્યું ન હતું પણ નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર્રવાદે બધાને ચિત્ત કરી દીધા છે એટલે આ વિજય રાષ્ટ્ર્રવાદનો છે તેમ પણ કહી શકાય.
૨૦૧૪માં ભાજપને સ્પષ્ટ્ર બહત્પમતી મળી અને કેન્દ્રમાં મજબૂત સરકાર આવી, ભલે એ સરકારમાં એનડીએના સહયોગી પક્ષ સાથે હતા, પરંતુ તેમનો ચંચૂપાત નહીંવત્ હતો, મોદી કોઈના દોરાવ્યા દોરવાઈ જાય તેવા ન હતા અને નોટબંધી, જીએસટી કે સર્જિકલ સ્ટ્રાઈક જેવા કડક નિર્ણય મોદીએ લીધા, જો ખીચડી સરકાર હોત તો આ શકય બની શકયું ન હોત. ઉત્તર પ્રદેશમાં અખિલેશ–માયાવતીના મહાગઠબંધન, બિહારમાં કોંગ્રેસ–આરજેડીની યુતિ કે પિમ બંગાળમાં મમતા બેનર્જી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં જે ફટકો પડો છે તે ભારતના વિકાસ માટે જરી છે. પ્રાદેશિક પક્ષો સતત નબળી કેન્દ્ર સરકાર પાસે પોતાનું કામ કઢાવી લેતા હતા. આને કારણે જે તે પ્રદેશનો કે પક્ષનો વિકાસ થતો હતો, પરંતુ સમગ્ર ભારત તેમાં કયાંય દેખાતું ન હતું.
નરેન્દ્ર મોદીએ આપેલો મજબૂત વિદ્ધ મજબૂર સરકારનો નારો સમગ્ર ભારતવાસીઓને સ્પર્શી ગયો અને લોકોએ ખોબલે ખોબલે મત આપી મોદીને ભારતીય રાજકારણના મહાબલી બનાવી દીધા. થોડા સમય અગાઉ જ કેટલાક રાયોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પછાડીને કોંગ્રેસે સત્તા મેળવી હતી, એ સમયે લોકસભામાં ભાજપને આવી સફળતા મળશે તેવું કોઈ માનતું ન હતું, પરંતુ કેન્દ્રમાં તો મજબૂત સરકાર જ જોઈએ જે ત્રાસવાદને જવાબ આપી શકે, જે કોઈ પક્ષના દબાણ હેઠળ ન આવે, જે દેશના વિકાસમાં કોઈ પણ પગલું ભરતાં ન અચકાય એવાને જ સત્તા આપવી એવું લોકો માનતા થયા અને આ માન્યતાએ જ ભાજપને સફળતા અપાવી છે. વેપારી વર્ગથી માંડીને મધ્યમ વર્ગની એક આશા હતી કે દેશમાં સ્થિર સરકાર આપી શકે તેને જ મત આપવો, આ વિચારધારાએ ભાજપને વિજય અપાવ્યો છે તે સ્પષ્ટ્ર છે.

Comments

comments

VOTING POLL