રાહુલનું જેકેટઃએક રાષ્ટ્રીય સમસ્યા

February 2, 2018 at 8:48 pm


થોડા સમય પૂર્વે ઉત્તરપ્રદેશની ચૂંટણીઆે દરમિયાન પોતાના સફેદ બગલા જેવા ઝભ્ભાનું ફાટેલું ખિસ્સું દેખાડનાર રાહુલ ગાંધી પાસે હજારો રુપિયાની કિંમતનું જેકેટ ક્યાંથી આવ્યું ં તેવો સવાલ ચર્ચામાં આવ્યો છે.ગુજરાતમાં ચૂંટણી પતી ગઈ તેથી લોકો પરવારીને બેઠા છે પણ ઉત્તર-પૂર્વનાં ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ ને ત્રિપુરામાં હમણાં ચૂંટણીનો ધમધમાટ ચાલે છે. આ મહિને એટલે કે ફેબ્રુઆરીમાં જ આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણી છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. પરિણામે રાજકીય પક્ષો પૂરી તાકાતથી મચી પડéા છે. કાેંગ્રેસ ધીરે ધીરે ઘસાતી જાય છે ને તેણે ફરી બેઠા થવું હોય તો આ ચૂંટણીમાં સારો દેખાવ કરવો જરુરી છે તેથી રાહુલ ગાંધી પોતે મેદાનમાં ઊતર્યા છે. ચૂંટણી પ્રચાર કરવા રાહુલ મેઘાલય ગયેલા ને ત્યાં તેમણે સેલીબ્રેશન આેફ પીસ નામના કાર્યક્રમમાં ભાગ લીધેલો. આ મ્યુઝિકલ કાર્યક્રમ હતો તેથી જુવાનિયાંની સંખ્યા વધુ હતી. રાહુલ ગાંધી આમ તો ચાલીસીમાં પહાેંચેલા છે પણ એ જુવાન જ કહેવાય તેથી એ પણ જીન્સ ને જેકેટ પહેરીને આવેલા. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં અત્યારે ગાભા કાઢી નાંખે એવી ઠંડી પડે છે તેથી જેકેટ પહેરવું જ પડે પણ તેમાં બખેડો થઈ ગયો છે. મેઘાલયમાં ભાજપે તરત ટિંટ કરી કે રાહુલે જે જેકેટ પહેરેલું એ બરબેરીનું છે ને તેની કિંમત 64 હજાર રુપિયાની આસપાસ છે. ઈન્ટરનેટ પર જેકેટની કિંમત 995 ડોલર બતાવાયેલી હશે એટલે એ લોકોએ ઝાઝી બુિÙ વાપર્યા વિના આ રકમને રુપિયામાં ફેરવી દીધી ને આખી વાતને મેઘાલયમાં કાેંગ્રેસ સરકારે કરેલા ભ્રષ્ટાચાર સાથે જોડી દીધી. મેઘાલયમાં કાેંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે તેમાં આવાં માેંઘાં જેકેટ રાહુલ પહેરે છે તેવી વાહિયાત કોમેન્ટ પણ ભાજપના એક નેતાએ કરી નાંખી.રાહુલ ગાંધી કાેંગ્રેસના પ્રમુખ છે તેથી કાેંગ્રેસીઆે તેનો જવાબ ના આપે એવું બને જ નહી. કાેંગ્રેસે પણ એ જ ભાષામાં જવાબ આપ્યો ને કહી દીધું કે, નરેન્દ્ર મોદી લાખોના ડીઝાઈનર સૂટ પહેરે છે ત્યારે તમને ગરીબી ને ભ્રષ્ટાચાર યાદ આવતો નથી ને રાહુલે જેકેટ પહેર્યું તેમાં તો તમને બધું યાદ આવી ગયું. કાેંગ્રેસનાં પ્રવક્તા રેણુકાએ તો ભાજપના આક્ષેપને ફની ગણાવ્યો ને એવી કોમેન્ટ કરી કે, આવું જેકેટ તો 400 રુપિયામાં પણ મળે પણ ભાજપે નરેન્દ્ર મોદી લાખોના સૂટ પહેરે છે તેની વાત કરવી જોઈએ. રેણુકાએ બીજી પણ વાતો કરી છે ને એ બધી માંડવાનો અર્થ નથી પણ ભાજપ ને કાેંગ્રેસ બંનેએ આ જે માંડéું છે એ આપણે ત્યાં રાજકારણીઆેનું બૌિÙક સ્તર સાવ નીચું છે તેના પુરાવારુપ છે. કોઈ વ્યિક્તએ શું પહેરવું ને શું ના પહેરવું એ તેની અંગત પસંદગીની વાત છે. આ અંગત પસંદગી કઈ રીતે ચર્ચાનો મુદ્દાે બની શકે ં કોઈ વ્યિક્ત અશોભનીય કપડાં પહેરતી હોય કે અïલીલતા ફેલાય તે રીતે જાહેરમાં આવતી હોય તો તેની સામે ચોક્કસ વાંધો લઈ શકાય પણ રાહુલ ગાંધીએ જેકેટ પહેર્યું તેમાં તેમણે એવું કશું કર્યું જ નથી. આ સંજોગોમાં આ વાત વાંધાને લાયક જ નથી. ભાજપે જે મુદ્દાે ઉઠાવ્યો છે એ જેકેટની કિંમતને લગતો પણ છે પણ આ સાંભળીનેય ભાજપના નેતાઆેની બુિÙ વિશે શંકા જાગે છે. યાર, 64 હજાર રુપિયાનું જેકેટ ખરીÛું તેમાં ભ્રષ્ટાચાર કરી નાંખ્યો કહેવાય ં બીજું એ કે સામાન્ય માણસ માટે 64 હજાર રુપિયા મોટી રકમ છે એ સાચું પણ એ રકમ એટલી મોટી પણ નથી કે સામાન્ય માણસ એટલી રકમનું જેકેટ ના ખરીદી શકે. આપણે ત્યાં ઘણા યંગસ્ટર્સની કમાણી ના હોય છતાં શોખને ખાતર માેંઘાં કપડાં કે માેંઘી એક્સેસરીઝ ખરીદતા જ હોય છે. આપણે ત્યાં રાજકોટ જ નહી પણ રાજ્યની ઘણી આર.ટી.આે.કચેરીમાં વાહનના પાસિંગ માટે આવતાં લોકો વાહનની કિંમત કરતા ઘણી વધારે રકમ સારા નંબર માટે આપી જાય છે મિડલ ક્લાસના ઘણા લોકો માેંઘાદાટ સેલફોન ખરીદતા જ હોય છે ને ં એપલનો આઈ-ફોન મિડલ ક્લાસને ના પરવડે એટલો માેંઘો છે. સારો આઈ-ફોન લેવા જાઆે તો પચાસ-સાઠ હજારનો આવતો જ હોય છે ને જેમનો મહિનાનો પગાર પચાસ-સાઠ હજાર ના હોય એવા લોકો આઈ-ફોન ખરીદે જ છે ને ં શૌક બડી ચીઝ હૈ યાર. ને ખાલી સેલફોનની વાત જ શું કરવા કરવી ં મિડલ ક્લાસનાં લોકો ઘણી એવી ચીજો લોન લઈને કે દેવાં કરીને ખરીદે જ છે કેમ કે તેનો તેમનો શોખ હોય છે. રાહુલને એવો શોખ છે કે નહી એ ખબર નથી પણ એ 64 હજારનું જેકેટ ખરીદે તેમાં કશું વાંધાજનક છે જ નહી. સામાન્ય લોકો પોતાના શોખ પોષવા દેવાં કરતા હોય કે બેંકના તબલાતોડ હપ્તા ભરતા હોય તો રાહુલ ગાંધી તો ખાતા-પીતા ઘરનો છોકરો છે યાર. એ 64 હજારનું જેકેટ ના લઈ શકે ં બીજી વાત એ કે રાહુલ કરતાં માેંઘાં કપડાં ભાજપના બીજા ઘણા નેતાઆે પહેરે છે. અરુણ જેટલી કે પિયૂષ ગોયલ કે રવિશંકર પ્રસાદ જેવા નેતાઆે ઈન્ટરનેશનલ બ્રાન્ડના સૂટ પહેરીને ફરે છે. નરેન્દ્ર મોદી પોતે માેંઘાદાટ કપડાં પહેરે છે ને તેમાં કશું ખોટું નથી. ભાજપનાં જ હેમામાલિની કે સ્મૃતિ ઈરાની જેવી ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલી મહિલા નેતાઆે જે ડીઝાઈનર કપડાં પહેરે છે તેની કિંમત રાહુલના જેકેટ કરતાં અનેક ગણી વધારે હશે. આપણે કોણ કેટલાનાં કપડાં પહેરે છે તેમા નથી પણ વાત એટલી જ છે કે બધાં લોકો માેંઘાં ને સારાં કપડાં પહેરે જ છે. તેમાં કશું ખોટું નથી પણ ભાજપના નેતાઆેને રાહુલના જેકેટ સામે વાંધો હોય તો તેમણે આ બધાની વાત પણ કરવી જોઈએ. જો કે આ મામલે ભાજપને જ દોષ દઈ શકાય એમ નથી કેમ કે કાેંગ્રેસે ભૂતકાળમાં આ બધી પધ્ધતી અપનાવેલી જ છે. મોદીના સૂટ ને બીજા મુદ્દા કાેંગ્રેસે ઉછાળેલા જ છે. અત્યારે પણ ભાજપના આક્ષેપો સામે કાેંગ્રેસે એ જ વાત કરી છે ને એવો જ પ્રતિઆક્ષેપ કર્યો છે કે, મોદી માેંઘાદાટ સૂટ પહેરે છે તેની વાત કરો ને. ટૂંકમાં કાગડા બધે કાળા જ છે. આ આક્ષેપો ને પ્રતિઆક્ષેપો સાંભળીને ખરેખર શરમ આવે છે. રાજકીય પક્ષોનું કામ લોકોની તકલીફો દૂર કરવાનું છે. રાજકીય પક્ષો લોકોની સમસ્યાઆે અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે હોય છે ને ચૂંટણીમાં પણ એ જ મુદ્દાે મુખ્ય હોય પણ તેના બદલે આ લોકો એ મુદ્દાની તો વાત જ નથી કરતા ને ફાલતું મુદ્દાઆે ઉછાળે છે. જો કે લોકોએ સમજવાની વાત આ પ્રકારના મુદ્દા કેમ ઉછાળાય છે તે સમજવાની છે. આપણા રાજકારણીઆે લોકોની સમસ્યાઆે ઉકેલવામાં સરિયામ નિષ્ફળ ગયા છે તેથી તેમને લોકોની સમસ્યાઆેની વાત કરવામાં જ ડર લાગે છે. એ વાત કરીશું તો આપણી પોલ ખૂલી જશે એ ડરે એ લોકો તેની વાત જ નથી કરતા. તેના બદલે આવા બકવાસ મુદ્દા લઈ આવે છે કે જેથી લોકોનું ધ્યાન બીજી તરફ વાળી શકાય. આ ખેલ વરસોથી ચાલે છે કેમ કે લોકો પણ મૂળ મુદ્દાને ભૂલીને તેમની વાતોમાં આવી જાય છે ને ભરમાઈ જાય છે.ભારતમાં એટલી બધી સમસ્યાઆે છે કે કોઈ પણ રાજકારણી પ્રમાણિકતાથી આખો જન્મારો મથે તો પણ તેમાંથી એક સમસ્યા પણ ના ઉકેલી શકે. જો કે આપણા રાજકારણીઆે એ સમસ્યાઆે ઉકેલવા માટે કશું કરતા નથી ને તેના બદલે સાવ ફાલતુ વાતો શરુ કરીને મામલાને ગૂંચવી નાખે છે.લોકોને પરેશાન કરતા મુદ્દાઆેની વાત કરવાના બદલે એ લોકો એવા એવા બકવાસ મુદ્દાની ચર્ચા કરે છેછે કે જે સાંભળીને આપણને અફસોસ થાય કે, સાલુ જેમનામાં કોઈ બુિÙમતા જ નથી એવા આવા નમૂના આપણા માથે મરાયા છે. આવા અનુભવ આપણને રોજ જ થાય છે ને કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જેકેટને મામલે શરુ થયેલો વિવાદ તેનું તાજું ઉદાહરણ છે.

Comments

comments