રાહુલનો નેગેટિવ પ્રચાર નડી ગયો

May 25, 2019 at 10:54 am


આજે કોંગી કારોબારીની બેઠક પહેલાં જ કોંગીનાં કેટલાંક નેતાઓએ એવો બળાપો કાઢયો છે કે, ‘ચોકીદાર ચોર હૈ’ના રાહલ ગાંધીના નેગેટિવ પ્રચાર અભિયાનથી કોંગીને ભારે નુકસાની થઈ છે. પાર્ટીના કેટલાંક ટોચનાં નેતાઓએ એમ પણ કહ્યું છે કે, બાલાકોટ ઓપરેશનને કોંગીએ અસંગત અને અયોગ્ય પ્રતિભાવ આપ્યો તેથી લોકોમાં કોંગીની ઈમેજ ખરડાઈ ગઈ.

એક પૂર્વ મુખ્યમંત્રીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે એમ કહ્યું છે કે, હવે રાહલના હાથોમાં પાર્ટીનું ભવિષ્ય સલામત નથી અને તેને પુનર્જીવિત કરવી મુશ્કેલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા ત્રણ મોટા નેતાઓ રાહલના પ્રચાર અભિયાનથી નારાજ હતા. એક જ પરિવારના ત્રણ નેતાઓ પાર્ટીમાં રહે તે પણ નુકશાનકારક છે. એમણે કહ્યું કે, આજની નવી પેઢી આ પ્રકારની વારસાગત રાજનીતિનો સ્વીકાર કરતી નથી અને કોંગીએ ભારે મોટી પછડાટ ખાવી પડી છે. પૂર્વ મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, કોંગીની વ્યૂહરચના જ ખોટી હતી. ડાયરેકટ ‘ચોકીદાર ચોર હૈ’ સૂત્ર પબ્લીકને ગમ્યું નથી અને તેની અવળી અસર પડી છે.

નો, ડાઉટ, રાહલ ગાંધીએ ઘણીજ મહેનત કરી છે પરંતુ એકને એક વાત સાંભળીને લોકો તેને ફગાવી રહ્યા હતા. રાહલની વાતમાં કોઈ વિવિધતા નહતી. અન્ય એક પૂર્વ પ્રધાને એમ કહ્યું કે, પુલવામાં ટેરર એટેક અને ત્યારપછીના બાલાકોટ ઓપરેશનને કોંગીએ સંવેદનશીલતા સાથે લેવાની જર હતી. રાહલ અને પ્રિયંકા એક સાથે પ્રચારમાં દોડે અને કામ કરે તે પણ પરિવારવાદ ગણાય અને પબ્લીકને આ પરિવારવાદ ગમ્યો નથી. બીજી ભૂલ એ થઈ છે કે, પાર્ટીએ રાહલને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેકટ કરવાની જર હતી. જનતાને વિકલ્પ જ મળ્યો નહોતો.

Comments

comments

VOTING POLL