રાહુલ ગાંધીઃ એક નિષ્ફળ અધ્યાય

July 5, 2019 at 9:07 am


લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય પછી કાેંગ્રેસને હજુ સુધી કળ વળી નથી અને પક્ષ નેતૃત્વ વિહોણો થઇ ગયો છે. આમ તો રાહુલ ગાંધીએ ચૂંટણીના પરિણામ આવ્યા પછી તુરંત જ પોતે પક્ષ પ્રમુખ તરીકે રહેવા માંગતા નથી તેવું પક્ષને કહી દીધું હતું અને હવે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે. દેશના રાજકારણમાં માત્ર અને માત્ર ગાંધી જ ઇચ્છતા ઘણા નેતાઆેએ રાહુલ ગાંધીને સમજાવ્યા અને રાજીનામાં પણ આપ્યા પણ રાહુલ મક્કમ રહ્યાં છે. ડિસેમ્બર-2017માં પ્રમુખ થયા બાદ રાહુલ ગાંધીએ ઘણી મહેનત કરી છે પણ તે લોકો સુધી પહાેંચી નથી તે વાત નક્કી છે. કદાચ રાહુલ ગાંધીના સલાહકારો જ એવા હતા કે, તેને સાચો માર્ગ બતાવી શક્ય નથી. કેટલીક વિધાનસભાની ચૂંટણીઆેને બાદ કરતા રાહુલ ગાંધીના ભાગે હંમેશા નિષ્ફળતા જ આવી છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી પ્રમુખ પદે નિષ્ફળ રહ્યા છે તેમ ચોક્કસ કહી શકાય.

પક્ષમાં અને દેશની જનતામાં અનેક દ્વિધાઆે ઉભી કર્યા પછી રાહુલ ગાંધીએ લેટેસ્ટ ટિંટરમાં તેમણે પોતાના નામ સાથે જોડાયેલો કાેંગ્રેસ પ્રમુખનો હોદ્દાે ફગાવીને કાેંગ્રેસના સભ્ય, લોકસભાના સભ્ય કરાવ્યું છે.. સાથોસાથ પોતે નવા નેતાને પસંદ કરે નહી કરે એવું ભારપૂર્વક કહીને કારોબારી સમિતિ સત્વરે આ કામગીરી બજાવે એવો આગ્રહ સેવ્યો છે.

કાેંગ્રેસ પાસે મોટો સવાલ નવા નેતા પસંદ કરવાનો છે. વર્ષોથી પક્ષની કમાન ગાંધી પરિવાર પાસે રહી છે અને કોઈ બીજી કેડર તૈયાર જ થઇ નથી. રાજકીય પંડિતો એવું માને છે કે, હાલમાં તો કાર્યકારી પ્રમુખ નીમવામાં આવશે અને સંગઠનાત્મક ચૂંટણીઆે યોજ્યા બાદ નવા પ્રમુખની નિમણુંક કરવામાં આવશે.

સંગઠનાત્મક ચૂંટણીઆેના કારણે કાેંગ્રેસના જૂથો વધારે સ્પષ્ટપણે અને પ્રબળપણે બહાર આવશે. પક્ષના ટુકડા પણ કદાચ થશે, પણ ભારતીય રાજકારણમાં રાજકીય પક્ષની સંગઠનાત્મક ચૂંટણીઆેનો એક નવો અધ્યાય પણ લખાશે. કાેંગ્રેસને તેનાથી ફાયદો થાય કે ના થાય, પણ ભારતીય લોકતંત્રને તેનાથી લાંબા ગાળે ફાયદો થશે.હવે જોવાનું એ રહે કે, સદી જુના આ પક્ષને નવા સુકાની તરીકે કોણ પ્રાપ્ત થાય છે.

Comments

comments

VOTING POLL