રાહુલ ગાંધીના નાગરિકત્વ અંગેની વિગતો જાહેર કરવાનો ગૃહ મંત્રાલયનો ઈનકાર

June 5, 2019 at 10:37 am


કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના નાગરિકત્વ સામે સવાલ ઉઠાવતી ફરિયાદને પગલે ગૃહ મંત્રાલયે તેમને જે નોટિસ મોકલી છે એની વિગતો શેર કરવાનો ઇનકાર કર્યો છે. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટ હેઠળ તપાસમાં અવરોધ બની શકે એવા સંજોગોમાં અમુક જોગવાઈઓ હેઠળ માહિતી જાહેર ન કરવાની છૂટ છે એવું જણાવીને ગૃહ મંત્રાલયે આ ઇનકાર કર્યો છે.

એપ્રિલમાં ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી જેમાં તેમની પાસે તેમના નાગરિકત્વ વિશેની હકીકતો પખવાડિયાની અંદર જણાવી દેવાનું કહેવામાં આવ્યું હતું. એ ખુલાસો ભાજપના રાજ્યસભાના મેમ્બર સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદને આધારે કરવામાં આવ્યો હતો.

ગૃહ મંત્રાલયે આરટીઆઇ ઍક્ટની કલમ 8 (1) (એચ) અને (જે) અન્વયે નોટિસને લગતી વિગતો જાહેર ન કરવાનો અભિગમ અપ્નાવ્યો છે. મંત્રાલયે નોટિસમાં સ્વામીના પત્રનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એવી જાણ થઈ છે કે 2003ની સાલમાં બેકોપ્સ લિમિટેડ નામની કંપ્ની બ્રિટનમાં રજિસ્ટર થઈ હતી અને એના એક ડિરેકટર રાહુલ ગાંધી હતા. 10 ઑક્ટોબર, 2005ના દિવસે તથા 31 ઑક્ટોબર, 2006ના દિવસે નોંધાવવામાં આવેલા આ બ્રિટિશ કંપ્નીના વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીની જન્મ તારીખ 19 જૂન, 1970 બતાવવામાં આવી હતી અને તેમની રાષ્ટ્રીયતા તરીકે બ્રિટન લખવામાં આવ્યું હતું.

કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ત્યારે કહ્યું હતું કે મેં આવી વાહિયાત વાત ક્યારેય નથી સાંભળી. બધા જાણે છે કે રાહુલ ગાંધીનો જન્મ અને ઉછેર ભારતમાં થયો હતો. સમગ્ર હિન્દુસ્તાન જાણે છે કે રાહુલ ગાંધી હિન્દુસ્તાની છે.

Comments

comments

VOTING POLL