રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારોઃ જંગી સભાને સંબોધન

February 14, 2019 at 4:07 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. હવે આજે બપોરે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી વલસાડના ધરમપુર નજીકના લાલ ડુંગળી ખાતે એક જંગી જાહેર સભાને સંબોધન કરતા મોદી સરકારની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે એનડીએ સરકારની એક્સપાયરી ડેઈટ નક્કી થઈ ગઈ છે તેમાં રાફેલનો મુદ્દાે પણ ઉઠાવ્યો હતો.

આ પૂર્વે રાજીવ સાતવ સહિત અનેક નેતાઆેએ સુરત એરપોર્ટ ઉપર એમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની સભાને લઈને જબારો ઉત્સાહ કાેંગ્રેસીઆેમાં પ્રવતિર્ રહ્યાે છે.

ધરમપુર ખાતે અંદાજે દોઢથી બે લાખ લોકોને એકત્રિત કરવા માટે ગુજરાત પ્રદેશ કાેંગ્રેસના નેતાઆે ની ફોજ છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઆે માં જઈને રાહુલ ગાંધીની સભા સફળ બનાવવા કમર કસી હતી. આજની જન આક્રાેશ સભા, બાદ બુલેટ ટ્રેન સાગરમાલા પ્રાેજેક્ટ તેમજ આદિવાસી ખેડૂતો સાથે રાહુલ ગાંધી વાતચીત કરી હતી.

રાહુલ ગાંધીની આજની એક દિવસની મુલાકાત ના પગલે છેલ્લા એક સપ્તાહથી ગુજરાત પ્રદેશ કાેંગ્રેસના નેતાઆે વલસાડ જિલ્લામાં અડીગો જમાવ્યો છે રાહુલ ગાંધીની જનસભાને સફળ બનાવવા પુરજોશથી તૈયારીઆે શરુ કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં કાેંગ્રેસ ધારાસભ્યોને આ અંગે વિશેષ જવાબદારી સાેંપવામાં આવી હતી. આજની રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ બેઠકો ગુજરાત માંથી હાંસલ કરવાનો છે તેમજ વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર દ્વારા આદિવાસીઆેને થઈ રહેલા અન્યાય ને લઈને વિશેષ અવાજ ઉઠાવવામાં આવશે જેમાં આદિવાસીઆે ની સાગરમાલા પ્રાેજેક્ટમાં સ્ટેચ્યુ આેફ યુનિટી માં બુલેટ ટ્રેનમાં જતી જમીન સંપાદન મામલે ખેડૂતોમાં અને આદિવાસીઆેમાં ખાસ નારાજગી જોવા મળી છે આથી આદિવાસી ખેડૂતોનું એક પ્રતિનિધિ મંડળ રાહુલ ગાંધીને મળીને 24 સમસ્યાઆે ને લગતુ એક આવેદન પત્ર સુપરત કુર્યું હતું.

અત્રે એ નાેંધવું જરુરી છે કે ઇિન્દરા ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીએ પણ લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ વલસાડના ડુંગરી થી કર્યો હતો જેમાં તેમને સત્તા મળી હોવાનું પરંપરાગત રીતે થયું છે આથી રાહુલ ગાંધીએ પણ ગુજરાત ધરમપુર નજીક આવેલા લાલ ડુંગળી ના ઐતિહાસિક મેદાન ખાતે, જંગી જાહેર સભા યોજવામાં આવી છે. રાહુલ ગાંધીના આ પ્રવાસને પરિણામે આદિવાસી પટ્ટામાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે તો પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL