રાહુલ ગાંધીની નાસમજી

August 27, 2018 at 11:14 am


જર્મની અને લંડનની મુલાકાતે ગયેલા કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર.એસ.એસ.ની ટીકા કરીને વિવાદ ઉભો કર્યો છે. રાહુલ ગાંધીએ દેશમાં હાલની સરકાર વિભાજનની રાજનીતિ કરી રહી છે તેવાં વિધાનો કરીને કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ પોતાના બિનઅનુભવનું પ્રદર્શન કર્યું છે.

આપણા દેશની સમસ્યાઆેને વૈશ્વિક તખ્તા પર લઈ જવાની ન જ હોય એટલી સમજ પણ રાહુલમાં ન હોય તેવું માન્યમાં આવતું નથી. આના કરતાં વધુ ડહાપણ તો એઆઈએમએમના આેવૈસીએ દાખવ્યું હતું. એક પાકિસ્તાની ચેનલ પર ચાલી રહેલી ડિબેટ વખતે આેવૈસીએ એન્કરને રોકડું પરખાવ્યું હતું કે ભારતના મુસલમાનોની ચિંતા કરવાની પાકિસ્તાનને જરુર નથી. એ અમારી અંદરની વાત છે અને આ મંચ પર એ વાત કરવાની કોઈ જરુર નથી. આેવૈસીની છબી ખૂબ જ કટ્ટર મુિસ્લમ નેતાની છે, પરંતુ જો તે કોઈ વિદેશી મંચ પર જ્યારે દેશના હિતની વાત આવે ત્યારે પોતાના પક્ષની વાત છોડીને દેશની વાત કરી શકતો હોય તો રાહુલ શા માટેં ભાજપ અને આરએસએસની ટીકા કરવામાંતેઆે એ પણ ભૂલી ગયા કે ક્યાં અને કોની સામે વાત કરે છે.

તમામ રાજકારણીઆે ઠાલાં વચનો અને ક્યારેય ન પૂરાં થાય તેવા પ્રલોભનો આપે છતાં ભારતની જનતા મત આપે છે, સત્તા સાેંપે છે, ક્યારેક એ સત્તા તમારા પક્ષે નથી આવતી તો જે તે સત્તાધારી પક્ષને ઉતારી પાડો એ ક્યાંનો ન્યાયં રાહુલની આ સૌથી મોટી ભૂલ છે, આ ભૂલ તેણે સુધારવી જ પડશે. કેટલાક સમયથી રાહુલ ગાંધી રાજકારણમાં કાઠું કાઢી રહ્યા છે, પરંતુ વિદેશમાં કરેલા આ નિવેદનને કારણે તેની ગાડી હતી તેના કરતાં ચાર ફૂટ આૈર પાછળ ચાલી ગઈ છે. કાેંગ્રેસે અને રાહુલ ગાંંધીએ એક વાત સમજવી પડશે, દેશની જનતા રાજકારણીઆેની અનેક પ્રકારની નãફટાઈ સહન કરતી આવી છે અને કદાચ હજુ પણ કરશે, પરંતુ જો કોઈ નેતા વિદેશમાં જઈને દેશની આબરુ પર હાથ નાખવાની કોશિશ કરશે તો આ જ જનતા તેમને જડમૂળથી ઉખાડીને ફેંકી દેશે એમાં કોઈ બેમત નથી.

Comments

comments

VOTING POLL