રાહુલ ગાંધીની બેવડી નાગરિક્તા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

May 9, 2019 at 10:40 am


કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બેવડી નાગરિક્તા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. મુખ્ય ન્યાયાધિશ રંજનગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટ અને હિન્દુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ સુનાવણી હાથ ધરાશે.
યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટના જયભગવાન ગોયલ અને હિન્દુ મહાસભાના ચંદ્રપ્રકાશ કૌશિક દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં જણાવ્યું છે કે, ગૃહ મંત્રાલય આ અંગે મળેલી ફરિયાદ પર ઝડપથી કાર્યવાહી કરે. અરજીમાં રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની પણ માગ કરાઈ છે.
આ સાથે જ અરજીકતાર્એ રાહુલ ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાની પણ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમÎયમ સ્વામીની ફરિયાદ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને 15 દિવસમાં જવાબ માગ્યો હતો. ડો. સ્વામીએ ફરિયાદના પત્રમાં આરોપ લગાવીને કહ્યું છે કે, બ્રિટિશ નાગરિક હોવાને કારણે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ પોતાના ભાગીદાર સાથે બેકઆેપ્સ લિમિટેડ નામની કંપનીનું વર્ષ 2003માં બ્રિટનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. દસ્તાવેજોમાં રાહુલ ગાંધીને કંપનીના ડિરેક્ટર અને સચિવ દશાર્વવા સાથે તેમની જન્મ તારીખ પણ નાેંધાવાઈ હતી. આ કંપની દ્વારા બ્રિટનમાં દાખલ કરાયેલા વાર્ષિક રિટર્નમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક બતાવાયા હતા. જોકે, આ કંપનીને રાહુલ ગાંધીએ 2009માં બંધ કરી દીધી હતી.

Comments

comments

VOTING POLL