રાહુલ ગાંધીને ‘આંખશ્રી’ એવોર્ડ આપો…

July 27, 2018 at 4:17 pm


રાહુલ ગાંધી ઉપર આપણી દેશી ભાષામાં કહીએ તો બુંધ બેઠેલી છે. આ દેશમાં એક ચા વેચવાવાળી વ્યિક્ત વડાપ્રધાન બની શકે છે અને પાડોશી પાકિસ્તાનમાં એક બેટ-બોલથી રમવાવાળો ઇમરાનખાન પણ વડાપ્રધાન બની શકે છે પણ કેિમ્બ્રજ અને હાર્વર્ડ યુનિવસ}ટીમાં અભ્યાસ કરનાર અને યુવાનવયમાં મેનેજમેન્ટગુરુ માઈકલ પોર્ટરની કંપની મોનિટર ગ્રુપમાં 3 વર્ષ સુધી નોકરી કરનાર રાહુલ ગાંધીને ના પદ સુધી પહાેંચવામાં મેળ પડતો નથી. એ સાવ અમસ્તું વડાપ્રધાનપદ વિષે બોલે ત્યાં તો તેના ઉપર ધાેંસ બોલવા લાગે છે. હમણાં હમણાં બે વખત રાહુલ ગાંધીના મોઢેથી વડાપ્રધાનપદના ઉમેદવાર જેવો શબ્દ નીકળ્યો અને હોબાળો થયો..આ બેય વખત કાેંગ્રેસે થુંકેલુ ચાટવું પડéું છે. સંસદમાં ભાષણ દેતી વખતે રાહુલ ગાંધી થોડા હોશિયાર બની ગયા હોય એવું લાગ્યું..તેમણે આ વખતે મશીનમાં એક બાજુ બટેટા નાખીને બીજી બાજુ થી સોનુ કાઢવા જેવી વાતો કરી જ ન હતી. તેમણે તો રાફેલ વિમાનના સોદાની અને નફરતની વાત કરી હતી…તેમનું ભાષણ સાંભળવા માટે સારું હતું પણ પછી એક ગલતી કર દી ઠાકુર સાબ ની જેમ જે ભૂલ કરી તેને કારણે સોિશ્યલ મીડિયામાં ફરી તેઆે હાસ્યાસ્પદ બન્યા. આમ તો કાયદાની ભાષામાં જોવા જઈએ તો કોઈ (છોકરી) સામે આંખ મારવી એ ગુનો બને છે પણ સંસદના કિસ્સામાં રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયા સામે આંખ મારી હતી અને જ્યોતિરાદિત્ય પુરુષ છે એટલે કોઈ ગુનો બન્યાે નથી. કોઈની સામે આંખ મારવી એ આજકાલના જુવાનિયાવ માટે રમતવાત છે..46 વર્ષની ઉંમરે પણ હજુ કાચા-કુંવારા એવા રાહુલ બાબા કોઈ (છોકરી)ની સામે આંખ મારે તો પણ તેને અવગણવી જોઈએ. આમાં તો એક પરણેલા પુરુષ સામે આંખ મારી છે..એમાં આટલો હો બાળો..!! રાહુલ બાબામાં જુવાની ફાટફાટ થાય છે અને આવી ઉંમરે કોઈને ભેટી પડવાનું, આંખ મારવાનું કે પછી ચુમ્મા લેવાનું મન ન થાય તો જ નવાઈ લાગે.. રાહુલ ગાંધીએ આંખ મારી તેનો વિરોધ કરનારા લોકોને આંખ વિષે ઝાઝી ખબર જ લગતી નથી.!! નયનને બંધ રાખીને જોયા હોય કે કાજળભર્યા નયન હોય, નયનના કામણ તો મને, તમને અને સૌને ગમે જ… જે વાત કહીને પણ કહી નથી શકાતી, જ્યાં શબ્દો ટૂંકા પડે છે, અભિવ્યક્ત થવાની મર્યાદા હોય ત્યાં આંખના ઈશારા કેટલું અસરકારક કામ કરે છે તે સમજવું જોઈએ ! પ્રણયપથ પર પ્રથમ ડગ માંડવાનો ઈશારો જ આંખથી મળે છે. મોટી કાળી ભમરિયાળ આંખો, તીરછી નજર, મદહોશ કરી દે તેવાં નયનબાણ, શરમ, હકાર, મનોવેદના, રમતીયાળ આંખો, આહાહા… કેટકેટલું આંખ દ્વારા અકથિત અને અદભુત રીતે વયક્ત કરી શકાય છે. ખાસ કરીને સ્ત્રીઆે પુરુષની આંખમાં રહેલ ભાવ, સંવેદન અને છળને પણ સરળતાથી વાંચી અને સમજી શકે છે. સ્ત્રીને બે આંખ પાછળ પણ હોય છે એ સાવ અમસ્તું જ નથી કહેવાતું. કવિઆે અને લેખકોએ પણ આંખોની મસ્તી અને શરારતને આબાદ ઝીલીને લેખનમાં તેનું બારીક નક્શીકામ કર્યું છે. નવલકથા હોય કે વાતાર્, ગીત હોય કે ગઝલ, નયનના કામણ વિના વાત બનતી નથી. ગુજરાતી ભાષામાં નયનના કામણનું સંમોહન વિસ્તારતી બે ગઝલ એ નયન સમાન અણમોલ રતન છે, બરકત વિરાણી બેફામ દ્વારા લખાયેલ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે અને અમૃત ઘાયલની કાજળભર્યા નયનના કામણ મને ગમે છે. મનહર ઉધાસના મખમલી કંઠે વહેતા થયેલા સૂરના કામણથી શ્રાેતાઆે હજી મંત્રમુગ્ધ છે ! આંખનો આવો રોમેન્ટિક મહિમા છે અને સંવેદના વગરના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ખરેખર તો સરકારે પÚશ્રી એવોર્ડની જેમ રાહુલ ગાંધીને ‘ આંખશ્રી ‘ એવોર્ડથી સન્માનિત કરવા જોઈએ જ્યાં સુધી કાેંગ્રેસની વાત છે તો એટલું જ કહેવાનું કે, તેને હારનો સ્વાદ ચાખવાની એવી ટેવ પડી ગઈ છે કે એક પણ ચૂંટણી નજીક ન દેખાતા અવિશ્વાસની દરખાસ્ત લાવીને હારનો સ્વાદ ચાખ્યો.

Comments

comments