રાહુલ ગાંધી, અમિત શાહ, મુલાયમ, આઝમખાન, સંબીત પાત્રા, જયાપ્રદાના ભાવિ સીલ

April 23, 2019 at 12:56 pm


આજે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીના ત્રીજા તબકકાનું મતદાન થયું છે. આજના આ મતદાનમાં આમ તો સેંકડો ઉમેદવારોના ભાવિ સીલ થશે પરંતુ કેટલાક દિગ્ગજ નેતાઓની કિસ્મતનો ફેંસલો પણ મતદાન કરશે. ૧૬ રાયોની કુલ ૧૧૭ બેઠકો તેમજ ઓરિસ્સા વિધાનસભાની ૪૨ બેઠકો પર મતદાન થશે.

દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થશે અને તેમાં ગાંધીનગરની બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ઉત્તરપ્રદેશમાં વરૂણ ગાંધી, મુલાયમસિંઘ યાદવ, શિવપાલ યાદવ, ધર્મેન્દ્ર યાદવ, જયાપ્રદા, આઝમ ખાન, સંતોષ ગંગવાદનો સમાવેશ થાય છે.
કેરળની વાયનાદ બેઠક પર કોંગ્રેસના પ્રમુખ અને ઉમેદવાર રાહુલ ગાંધીનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. ઓરિસ્સાની પુરી લોકસભા બેઠક પર બીજેડીના મહેતાબ, ભાજપના સંબીત પાત્રાની કિસ્મત દાવ પર લાગી ગઈ છે.

બિહારમાં મધેપુરા સીટ પર જનતાદળ યુના દિનેશચદ્રં યાદવ, કોંગ્રેસના રંજીત રંજન યાદવ, રાજદના શરદ યાદવ, જન અધિકાર પાર્ટીના રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ, લોજપાના ચૌધરી મહેબુબઅલી કૈશર, પૂર્વ કેન્દ્રીયમંત્રી દેવેન્દ્ર પ્રસાદ યાદવના ભાવિ સીલ થશે.
આજે કેરળની ૨૦ લોકસભા સીટો માટે મતદાન થશે જેમાં વાયનાદ બેઠક સૌથી મહત્વની છે કારણ કે અહીંથી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી મેદાનમાં છે.
રાહુલ ગાંધી અમેઠી અને વાયનાદ એમ બે બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
યુપીમાં કાલે કુલ ૧૨૦ ઉમેદવારો મેદાનમાં છે. મહારાષ્ટ્ર્રમાં ૩૯૩, બિહારમાં ૮૨, ઓરિસ્સામાં ૬૧, કર્ણાટકમાં ૨૩૭, ગોવામાં ૬, પિમ બંગાળમાં ૬૧, છત્તીસગઢમાં ૧૨૩ ઉમેદવારો મેદાનમાં છે

Comments

comments

VOTING POLL