રાહુલ ગાંધી છવાશે ફિલ્મી પરદે, રાહુલના જીવન આધારિત ફિલ્મ ‘માય નેમ ઇઝ રાગા’નું ટીઝર રિલીઝ

February 12, 2019 at 8:41 pm


લોકસભા ચૂંટણી પહેલા તમામ રાજકારણીઓ જાગી ગયા હોય છે અને લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે જાણે ફિલ્મી પડદે પણ પોલિટિકલ ડ્રામાની તૈયારીઓ થવા લાગી છે. થોડા દિવસો અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીનું પોસ્ટર રિલીઝ થયા બાદ હવે રાહુલ ગાંધી પર આધારિત ફિલ્મ માય નેમ ઇઝ રાગાનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝરની શરૂઆત પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાથી થાય છે અને આગામી લોકસભા ચૂંટણી પૂર્વે ટીઝર પૂરું થાય છે.

‘માય નેમ ઇઝ રાગા’ ફિલ્મમાં રાહુલ ગાંધીના બાળપણથી માંડીને તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા ત્યાં સુધીની પૂરી સ્ટોરી બતાવાશે. ફિલ્મનું દિગ્દર્શન રૂપેશ પોલે કર્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી છે. અભિનેતા અશ્વિની કુમાર રાહુલ ગાંધીના જ્યારે હેમંત કડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોલમાં જોવા મળશે. ટીઝરમાં ઇન્દિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ રાહુલ પિતા રાજીવ ગાંધીને માસૂમિયતથી એમ પૂછતા દેખાય છે કે, શું તમને પણ ગોળી મારી દેવાશે? રાહુલની આ વાત સાંભળીને રાજીવ ગાંધી સ્તબ્ધ રહી જાય છે.

Comments

comments

VOTING POLL