રાહુલ ગાંધી પછી હવે સ્મૃતિ ઇરાનીએ પણ ગોત્ર જાહેર કર્યું

November 29, 2018 at 10:51 am


કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ પોતાનું ગોત્ર જાહેર કર્યું છે. સ્મૃતિ ઇરાનીએ ટિંટર પર તેમના, તેમના પતિ અને બાળકોના ગોત્ર પૂછવા અંગે ખુલાસો કર્યો હતો. સ્મૃતિએ જણાવ્યું કે તેમના પિતા હિન્દુ હતા અને તેમનું ગોત્ર કૌશલ હતું. આથી તેમનું ગોત્ર કૌશલ છે. તેમણે જણાવ્યું કે તેમના પતિ અને બાળકો પારસી છે, આથી તેમનું કોઇ ગોત્ર નથી.

ઈરાનીએ ટિંટર પર પૂછેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે મારું ગોત્ર કૌશલ છે જેમકે મારા પિતાનું ગોત્ર છે, તેમના પિતાનું અને તેમના પિતાનું પણ છે. મારા પતિ અને બાળકો પારસી છે આથી તેમનું ગોત્ર નથી. હું હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરું છું, એટલે સેંથો પૂરું છું. ત્યારબાદ તેમણે એક સ્પષ્ટીકરણ આપ્યું કે મારો ધર્મ હિન્દુસ્તાન છે, મારું કર્મ હિન્દુસ્તાન છે, મારી આસ્થા હિન્દુસ્તાન છે, મારો વિશ્વાસ હિન્દુસ્તાન છે.

નાેંધનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગોત્ર પર નિશાન સાંધ્યા બાદ તેમણે સોમવારે પોતાના ગોત્રનો ખુલાસો કર્યો હતો. રાહુલ ગાંધીએ પુષ્કરમાં જગતપિતા બ્રûાજીના મંદિરમાં આ ખુલાસો કર્યો હતો.

Comments

comments