રાહુલ પ્રમુખપદ છોડવા મક્કમ: અંદરખાને નવા પ્રમુખની શોધખોળ શરૂ

May 26, 2019 at 12:21 pm


લોકસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓ ( ગઠબંધન)ના હાથે કારમી હાર બાદ મળેલી કોંગ્રેસ વકિગ કમિટીની બેઠક ઘણી ચર્ચાસ્પદ રહી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહત્પલ ગાંધીએ પોતાના પદથી રાજીનામાની રજૂઆત કરી, પરંતુ પાર્ટીના સિનિયર નેતાઓએ તેમના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરી દીધો. જોકે, પાર્ટીના અંદરના સૂત્રોએ જણાવ્યું કે તેમ છતાંય રાહત્પલ ગાંધી રાજીનામું આપવા હજુ પણ મક્કમ છે. તેમને સમજાવવાના પ્રયાસ ચાલુ છે, પરંતુ એ વાતની શકયતા ઓછી છે કે રાહત્પલ પોતાનો મૂડ બદલશે. તેઓએ એ વાત પર ભાર મૂકયો કે અધ્યક્ષની જવાબદારી બીજા કોઈએ સંભાળવી જોઈએ.
સૂત્રો મુજબ, અધ્યક્ષ પદ માટે વકિગ કમિટીની મીટિંગમાં પ્રિયંકા ગાંધીનું નામ આવ્યું તો રાહત્પલે કહ્યું કે, મારી બહેનને આમાં ન ખેંચો. નવા અધ્યક્ષ નોન ગાંધી હોવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, હારની સમીક્ષા કરવા અને રાહત્પલ ગાંધીના રાજીનામા પર મંથન કરવા માટે શનિવારે લગભગ ૬ કલાક સુધી કોંગ્રેસ વકિગ કમિટીની બેઠક મળી. રાહત્પલે આ પ્રસ્તાવ આજ મીટિંગમાં આપ્યો હતો. ૨૩ મેના દિવસે જ રાહત્પલે માતા સોનિયાને નૈતિક આધારે પાર્ટી અધ્યક્ષ પદ છોડવાની વાત કહી હતી. રાહત્પલ ગાંધી તે દિવસે સાંજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સાર્વજનિક રીતે પોતાના રાજીનામાની જાહેરાત કરવા માંગતા હતા, પરંતુ સોનિયાએ રાહત્પલને સીડબલ્યૂસીની બેઠક સુધી રોકાવા માટે કહ્યું હતું.
મીટિંગમાં રાહત્પલ ગાંધી પહેલા સૌને સાંભળતા રહ્યા. પછી તેઓએ પોતાના સમાપન ભાષણમાં કહ્યું, હત્પં પાર્ટી અધ્યક્ષ નથી રહેવા માંગતો. હારની જવાબદારી મારી છે. નવા અધ્યક્ષને ચૂંટો. મહેરબાની કરી પ્રિયંકા ગાંધીનું નામ ન લો. ગાંધી પરિવારના બહારથી નવા અધ્યક્ષને ચૂંટો.’પાર્ટી માટે કામ કરતો રહીશ’
રાહત્પલે સીડબલ્યૂસીની મીટિંગમાં કહ્યું કે, આપણે આપણી લડાઇને ચાલુ રાખવી પડશે. હત્પં કોંગ્રેસનો અનુશાસિત સિપાહી છું અને રહીશ અને ડર્યા વગર લડતો રહીશ. પરંતુ હવે પાર્ટીના અધ્યક્ષ બનીને નથી રહેવા માંગતો. કાર્યસમિતિની આ બેઠકમાં રાહત્પલની માતા સોનિયા ગાંધી, બહેન પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સામેલ હતા.

Comments

comments

VOTING POLL