રિટર્ન ફાઇલ કરવાના આખરી દિવસે જીએસટી સર્વર ફરીથી ઠપ્પ: વેપારીઓમાં દેકારો

April 20, 2019 at 4:47 pm


રીટર્ન ફાઇલ કરવા અંગે દુવિધાઓ અનુભવી રહેલા સૌરાષ્ટ્ર્રભરના ધંધાર્થીઓ માટે આજે રીટર્ન ફાઇલ કરવાની આખરી તારીખના દિવસે પણ સર્વર ફરી એક વખત ઠપ્પ થઇ ગયું હતું. અગાઉ કઇ પધ્ધતીથી રીટર્ન ફાઇલ કરવું જૂની કે નવી ? તે અંગે જીએસટી પોર્ટલ પણ અપડેટ ન હોય તે સમસ્યાનો કામચલાઉ ઉકેલ જૂની પધ્ધતી પ્રમાણે રીટર્ન ફાઇલ કરવાનો નિર્ણય જીએસટી વિભાગ દ્રારા લેવામાં આવ્યો હતો. આજે સર્વર ઠપ્પ થઇ જવાના કારણે વેપારીઓમાં દેકારો મચી ગયો હતો, કારણ કે હવે પછી રીટર્ન ફાઇલ કરનાર પાસે દંડની વસુલાત કાયદામાં છે.

હવે આજે રીટર્ન ફાઇલ કરવાનો છેલ્લા દિવસ હતો ત્યારે સૌરાષ્ટ્ર્રભરના અંદાજીત ૧ લાખ ધંધાર્થીઓના રીટર્ન ફાઇલ થવાના હતાં પરંતુ ફરી એક વખત સર્વર ઠપ્પ થઇ જતાં અંદાજીત ૩૦ ટકા રીટર્ન ફાઇલ થયા વિના જ રહી ગયા હોવાનું રાજકોટના ટેકસ કન્સલ્ટન્ટ જતીનભાઇ ભટ્ટ પાસેથી જાણવા મળ્યું છે તેમજ રીટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવા માટે રાય સરકાર પાસે પહેલેથી જ અરજી કરી દેવામાં આવી છે, ત્યારે તેનો સુખદ અતં આવે તેવું વેપારીઓ અને વકીલો ઇચ્છી રહ્યા છે.

જીએસટીના નવા પરિપત્ર મુજબ વેરો ભરવાની આજે આખરી તારીખ હતી ત્યારે હજુ અઠવાડીયા અગાઉ જ હજારો વેપારીઓ માટે રીટર્ન કઇ પધ્ધતિથી ફાઇલ કરવું તે જ પ્રાણ પ્રશ્ન હતો. જૂન ૨૦૧૭થી જયારથી જીએસટી આવ્યું છે ત્યારથી વેપારીઓની મુશકેલીઓનો અતં થતો નથી તેમજ અવારનવાર થઇ રહેલા ફેરફારોના કારણે વેપારીઓ સહિત વકીલો પણ રીટર્ન ફાઇલ કરવા મામલે અટવાતા આવ્યા છે. ગત મહિને પણ સરકાર દ્રારા પોર્ટલ નવી પધ્ધતી મુજબ અપડેટ ન હતું એજ સમસ્યા સતત બીજા મહીને પણ જોવા મળી હતી ત્યારે હવે જૂના પધ્ધતિ પ્રમાણે જ રીટર્ન ફાઇલ કરવામાં આવી રહ્યા છે પરંતુ ફરી એક વખત સર્વર ઠપ્પ થઇ જવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૩૦ ટકા વેપારીઓના રીટર્ન ફાઇલ થયા નથી ત્યારે સરકાર દ્રારા સર્વરની સમસ્યાનો કાયમી ઉકેલ વેપારીઓ તેમજ વકીલો ઇચ્છી રહ્યા છે. કારણ કે આજે રીટર્ન ફાઇલ નહીં કરનાર વેપારીઓને દડં ભરવાનો થાય તો તેના માટે ખરેખર જવાબદાર કોણ ? એ પ્રશ્ન વેપારી આલમમાં ચર્ચાઇ રહ્યો છે

Comments

comments